ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exclusive: પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂની પદ્મશ્રી માટે પસંદગી... - પ્લાસ્ટિક મુક્ત

પ્રજાસત્તાક પ્રર્વની પૂર્વ સંધ્યાએ આ વર્ષના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જે હેઠળ નાગૌરના રહેવાશી પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. પર્યાવરણ પ્રેમી હિંમ્મતારામ ભાંભૂએ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પર્યાવરણ રક્ષણ અંગે ચર્ચા કરી હતી. પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂનો સૌથી પહેલા ઈન્ટરવ્યુ ઈટીવી ભારતે લીધું હતું. જેમાં તેમણે તેમના તરફથી કરવામાં આવેલા સેવાભાવી કાર્યોનું વર્ણન કર્યું છે.

ETV BHARAT
મળો પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂને, જેમની પદ્મશ્રી માટે કરવામાં આવી પસંદગી

By

Published : Jan 26, 2020, 7:00 PM IST

નાગૌર: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત હેઠળ નાગૌરના હિમ્મતારામ ભાંભૂને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હિંમ્મતારામને આ એવોર્ડ પર્યાવરણના રક્ષણ માટે કરવામાં આવતા અદભૂત કાર્ય માટે આપવામાં આવશે. 69 વર્ષીય હિંમ્મતારામના આ સેવાભાવી કાર્યને જોઈને સૌથી પહેલા ઈટીવી ભારતે તેમનો ઈન્ટરવ્યુ લીધું. જેમાં તેમણે પર્યાવરણ પ્રતિ પોતાનો લગાવ અને પ્રેમ અંગે ખુલ્લીને ચર્ચા કરી છે.

વર્ષ 1975માં 19 વર્ષની ઉંમરમાં દાદીના કહેવાથી પીપળાનો છોડ વાવીને પર્યાવરણના રક્ષણનું બીજ ઉછેરનાર નાગૌરના હિમ્મતારામ આજે 69 વર્ષની ઉંમરમાં જીવ રક્ષા અને પર્યાવરણ રક્ષણનું કામ કરે છે. થોડા સમય પહેલાં તેમને રાષ્ટ્રપતિએ બોલાવ્યા હતા અને પર્યાવરણ રક્ષણ અંગે ચર્ચા કરી હતી. નાગૌરમાં સુખવાસી ગામના હિમ્મતારામ ભાંભૂએ 3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પર્યાવરણ રક્ષણ, જીવ રક્ષા અને વસ્તી નિયંત્રણ જેવા જ્વલંત મુદ્દામાં પોતાના વિચાર રજૂ કર્યા હતા.

મળો પર્યાવરણ પ્રેમી હિમ્મતારામ ભાંભૂને, જેમની પદ્મશ્રી માટે કરવામાં આવી પસંદગી

ઈટીવી ભારત સાથે શેર કર્યા અનુભવ
દિલ્હીથી પરક ફરેલા હિમ્મતારામે ઈટીવી ભારત સાથે પોતાના અનુભવ શેર કર્યા અને કહ્યું કે, મુંગા પશુ-પક્ષિઓ માટે કરવામાં આવેલા કાર્યના કારણે જ તેમને દેશના પ્રથમ નાગરિક સાથે વિશ્વના જ્વલંત મુદ્દા પર પોતાની વાત રજૂ કરવાની તક મળી છે.

19 વર્ષની ઉંમરે રોપ્યો હતો પ્રથમ પીપળાનો છોડ
હિમ્મતારામ ભાંભૂએ 1975માં 19 વર્ષની ઉંમરે પોતાની દાદીના કહેવા પર પીપળાનો છોડ વાવ્યો હતો. જેની તેઓ નિયમિત સાર-સંભાળ લેતા હતા. તેમના દ્વારા રોપવામાં આવેલો પીપળાનો છોળ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. જેની સાથે જ મનમાં ફૂટેલું પર્યાવરણ રક્ષણનું બીજ આજે વિશાળ વટ વૃક્ષ બની ગયું છે.

6 હેક્ટર જમીન ખરીદીને 11 હજાર છોડ વાવ્યા
હિમ્મતારામે 6 હેક્ટર જમીન ખરીદીને 11 હજાર છોળ વાવી જંગલ તૈયાર કર્યું છે. જ્યાં હજારો પક્ષિઓ વસવાટ કરે છે. આ ઉપરાંત 2030 સુધીમાં હિમ્મતારામ ભાંભૂ 2 લાખ છોડ ઉછેરવા માગે છે. સાથે જ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અભિયાન ચલાવવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details