ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતના 8 મહાનુભાવોની યાદી
શ્રી બાલકૃષ્ણ દોષી - આર્કિટેક્ચર
શ્રી ગફુરભાઈ એમ. બિલાખિઆ - ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી
શ્રી એચ. એમ. દેસાઈ - સાહિત્ય અને શિક્ષણ
શ્રી સુધીર જૈન - વિજ્ઞાન અને એન્જીનિયરીંગ
શ્રી યાઝદી નાઓશીરવાન કર્નજીયા - આર્ટ
શ્રી નારાયણ જે. જોશી કરાયાલ - સાહિત્ય અન શિક્ષણ
શ્રી શાહબુદ્દીન રાઠોડ - સાહિત્ય અને શિક્ષણ
ડૉ. ગુરદીપ સિંઘ - તબીબી
પદ્મ પુરસ્કાર અને વીરતા પદક-2020ની જાહેરાત, જમ્મુ-કાશ્મીર પોલીસને 108 પદકો કરાશે એનાયત ભારતમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એનાયત કરાય છે. રાજકારણ, સાહિત્ય કાર્ય, સાહિત્ય કળા, સંશોધન જેવા વિવિધ ક્ષેત્ર માટે સન્માન આપવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે આ એવોર્ડ સંમારંભનું આયોજન થાય છે. સરકાર આ એવોર્ડ વિતરણ માટેના લોકોના નામની ચર્ચા કરી અંતિમ યાદી તૈયાર કરી તેમના નામની જાહેરાત કરે છે. આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ માટેના નામોની જાહેરાત કરી છે.
આ વખતે 21 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાશે. જેમાં જગદીશ જલ આહૂજા, મોહમ્મદ શરીફ અને મુન્ના માસ્ટરનું નામ સામેલ છે. ઉપરાંત જાવેદ અહેમદ ટેક, સામાજિક કાર્યકર્તા સત્યનારાયણ મુનડ્યૂર, એસ રામકૃષ્ણ, યોગી એરોનને પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
ગણતંત્ર દિવસના પ્રસંગે દર વર્ષની જેમ જવાનોને તેમના સાહસભર્યા કાર્યો માટે વીરતા પદક આપવામાં આવે છે. જેની જાહેરાત સરકારે કરી દીધી છે. આ વખતે સૌથી વધુ વીરતા પદક જમ્મુ-કાશ્મીર પોલીસને મળશે. 108 પદકો સાથે જમ્મુ-કાશ્મીર ટોચ પર છે. ત્યારબાદ CRPFને 76 પદક એનાયત કરાશે.
કેન્દ્રીય ગૃહ વિભાગના આદેશમાં કેન્દ્રશાસિત પોલીસ કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં સતત જોડાયેલી રહી છે. જેને ત્રણ શીર્ષ રાષ્ટ્રપતિ પોલીસ પદક અપાયા છે. જ્યારે CRPFને એક રાષ્ટ્રપતિ પોલીસ પદક મરણોપરાંત મળ્યો છે.