ઓવૈસીએ કહ્યું કે, જરા પણ આશ્ચર્ય નથી અને હું આ નિવેદનથી નિરાશ પણ નથી. સાધ્વીનું નિવેદન તેમની વિચારધારા દર્શાવે છે. તેઓ દેશમાં ચાલી રેહલા જાતિ અને વર્ગના ભેદભાવને સમર્થન કરે છે.
ઓવૈસીનો સાધ્વીના નિવેદન પર તંજ, કહ્યું-વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સીધો પડકાર - narendra modi
નવી દિલ્હીઃ હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસાઉદ્દીન ઓવૈસીએ ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞા મોદીના સ્વચ્છતા અભિયાનને જાહેરમાં પડકારી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સાધ્વીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.
વધુમાં ઔવેસીએ કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેઓ જાતિના આધારે કામકાજ યથાવત્ રાખવા માંગે છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ઓવૈસીએ કહ્યું કે, ભોપાલ સાંસદે સફાઈ માટે ના પાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સીહોરમાં પક્ષના કાર્યકર્તા સાથે ચર્ચા દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ સાંસદના કાર્યોને લઈ પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'અમે નાળા સાફ કરવા માટે નથી બન્યા અને શૌચાલય સાફ કરવા તો બિલકુલ બન્યા જ નથી. અમે જે કામ કરવા માટે ચૂંટાયા છે તે કામ અમે નિષ્ઠાપૂર્વક કરીશું. આ જ વાત અમે અગાઉ પણ કહેતાં હતા, અને આજે પણ કહીએ છે.'