હૈદરાબાદ : કર્ણાટકમાં CAA અને NRC પરના એક નાટકમાં સામેલ થવા માટે એક શાળાના આચાર્ય અને વિદ્યાર્થીની માતા વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેની ઓવૈસીએ નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકારો સામે કેસ નોંધવા તેમજ 'જેલ ભરો અભિયાન' પર સંકેત પણ આપ્યાં હતાં.
કર્ણાટકમાં CAA-NRC વિરૂદ્ધ નાટક, ઓવૈસીના 'જેલ ભરો અભિયાન'ના સંકેત - મુસ્લિમ એક્શન કમિટી
CAA અને NRC વિરુદ્ધ શાળાના આચાર્ય અને એક વિદ્યાર્થીની માતા વિરુદ્ધ દેશદ્રોહનો મામલો સામે આવ્યો છે. અસરુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે, કેટલાક લોકો નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલે છે, તો તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરી શકાય છે.
ઓવૈસીએ કર્ણાટકના બીદરમાં બનેલી ઘટના પર ઈશારો કરતા કહ્યું કે, જો કોઈ મોદી વિરુદ્ધ બોલે છે, તો તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે છે. હું નરેન્દ્ર મોદીને જણાવવા માંગુ છું કે, અમે તેમના વિરુદ્ધ જેલ ભરો અભિયાન શરુ કરીશુ. તેમણે કહ્યું, 'ભારતની તમામ જેલોમાં માત્ર ત્રણ લાખ લોકોને રાખવામાં આવી શકે છે. જો આપણે બધા રસ્તા પર આવીશું તો ભારતની જેલો નાની પડી જશે. તમે અમને જેલમાં રાખો અથવા ગોળી ચલાવો.
ઓવૈસીએ CAA, NRC અને NRP વિરુદ્ધ યુનાઇટેડ મુસ્લિમ એક્શન કમિટી દ્વારા આયોજીત મહિલા વિરોધ બેઠકમાં કહ્યું હતું. કર્ણાટક પોલીસે સામાજિક કાર્યકર્તા નીલેશ રક્ષયાલની ફરિયાદના આધાર પર 26 જાન્યુઆરીના સ્કૂલ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે, શાળા પ્રશાસને નાટક માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કર્યો હતો. જ્યાં તેમણે સીએએ અને એનઆરસીને લઈ મોદીને અપશબ્દો બોલ્યા છે.