TSRTC હડતાલઃ તેલંગાણામાં 5000થી વધુ લોકોની અટકાયત - કર્મચારીઓની હડતાલ
હૈદરાબાદઃ તેલંગણામાં કેટલાય દિવસોથી રાજ્ય પથ પરિવહન નિગમના કર્મચારીઓ પોતાની માંગણી સાથે હડતાલ કરી રહ્યા છે. રાજ્યમાં શાંતિ જાળવવા માટે 5000થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.
telangana news
ટીએસઆરટીસી કર્મચારી લાંબા સમયથી હડતાલ કરી રહ્યા છે. તેલંગણામાં કેટલાય દિવસથી ચાલી રહેલી હડતાલને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા રાજ્યમાં સતર્કતાના પગલાં લીધા છે. જે અંતર્ગત શનિવારે 5000 વધારે લોકોની અટકાયત કરી છે. અટકાયતમાં ટીએસઆરટીસી કાર્યકર્તા, કેટલાય રાજકીય પક્ષોના નેતા અને વિપક્ષના નેતાઓ છે.