ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાલાકોટ એયરસ્ટ્રાઇકને ભારતીય સેનાએ 'ઓપરેશન બંદર' કોડનામ આપ્યુ હતું

ન્યુ દિલ્હી: ભારતીય વાયુ સેનાએ 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર લડાકૂ વિમાન 12 મિરાજ 2000થી હુમલો કર્યો હતો. આ હુમલાની જાણકારી કોઇને પણ પહેલાથી ન થાય તેની ગોપનીયતા રાખવા માટે તેનુ એક કોડનામ રાખવામાં આવ્યુ હતું. જેની સંરક્ષણ સૂત્રોએ આ માહિતી આપી હતી.

જાણો, બાલાકોટ એયરસ્ટ્રાઇકને એવુ તો શું કોડનામ આપ્યુ હતું

By

Published : Jun 21, 2019, 6:33 PM IST

હવાઈ દળના સિનિયર સંરક્ષણ સૂત્રોના જણાવ્યાં અનુસાર ગોપનીયતા રાખવા અને તેની ખાતરી કરવા કે યોજનાઓ લીક ન થાય, જેથી બાલાકોટ ઓપરેશનને 'ઓપરેશન બંદર' નામ આપ્યું હતુ.

ભારતીય વાયુસેનાએ જાણકારી આપતા જણાવ્યું કે આ હુમલો સવારે 3.30 કલાકે કરવામાં આવ્યો હતો. કેટલીક મિનીટોમાં તેના લક્ષ્ય પર બોમ્બ ફેંંક્યા હતા અને બાદમાં વિમાન ભારત ખાતે પરત ફર્યા હતા.

આ સમગ્ર હુમલાને લઇને ભારતીય વાયુસેનાએ સરકારને જણાવ્યું હતુ કે, આ હુમલામાં લડાકૂ વિમાને 80% બોમ્બ અને મિસાઇલ તે ઇમારત ઉપર ફેંકી હતી જેમાં આતંકવાદીઓ હતા. જેનો નાશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details