સામાન્ય રીતે માણસોના રેસ્ક્યુ અને જટિલ ઑપરેશનો વિશે આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ સાપની સર્જરી વિશે ભાગ્યે જ સાંભળ્યુ હશે. બિહારના આ ડૉકટર્સ સાપ ગંભીર રીતે ઘવાયેલા સાપને બચાવવા જટીલ ઑપરેશન કરી રહ્યા છે. ચીવટપૂર્વક શસ્ત્રક્રિયા પછી સાપને બચાવવામાં તબીબોને સફળતા સાંપડી હતી.
સ્ટ્રેચર પર કરાઈ સાપની શસ્ત્રક્રિયા ! જીવદયાપ્રેમીએ ઘાયલ સાપને પહોંચાડ્યો દવાખાના સુધી
પટના સ્થિત બિહાર વેટરનરી કૉલેજમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા એક સાપની જટિલ સર્જરી કરાઈ હતી, આ સર્જરી બાદ સાપનો જીવ બચાવી શકાયો હતો. સાપની પૂંછડીમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ સાપ કલાકો સુધી તડપી રહ્યો હતો. જીવદયાના કામ સાથે જોડાયેલી NGO ઉત્પ્રેરક ફાઉંન્ડેશનના સદસ્ય અસીમ રાજ તેને ઑરપોર્ટ સ્થિત હૉસ્પિટલ લઈ ગયા હતા.
સ્ટ્રેચર પર કરાઈ સાપની શસ્ત્રક્રિયા ! આ રીતે ખબર પડી સાપને શું થયુ હતું
સાપને શરીરના કયા ભાગમાં ઈજા થઈ છે તે જાણવા માટે ડૉકટર્સની ટીમે પહેલા સાપનો એક્સ-રે લીધો હતો. એક્સ-રે માં જાણી શકાયુ હતું કે, સાપના હાડકામાં અને આંતરડાના ભાગે ઈજા થઈ હતી. સાપની પૂંછડીનો બે ટકા ભાગ લટકી પડયો હતો. એક્સ રે જોયા પછી ડૉકટર્સે તરત જ ઑપરેશન શરુ કર્યુ હતું.
સ્ટ્રેચર પર કરાઈ સાપની શસ્ત્રક્રિયા ! સાપનું જીવન બચાવવા ઑક્સીજન આપવાની જરુર પડી
જે સાપનુ વાઢકાપ કરવાનું હતું તે પાણીમાં રહે તે પ્રજાતિનો સાપ હતો. ઢોડવા પ્રજાતિના આ સાપનું ઑપરેશન કરાયુ હતું. પહેલા સાપને એનેસ્થેસિયા આપી બેભાન કરાયો હતો. તેમજ એન્ટી બાયોટીક દવા પણ અપાઈ હતી. આ દરમિયાન સાપના મુખમાંથી નળી દ્વારા તેને ઑક્સીજન અપાયો હતું. જો આ વચ્ચે કોઈપણ ચૂક થાય તો સાપનો જીવ જવાની પૂરેપૂરી સંભાવના હતી.
સ્ટ્રેચર પર કરાઈ સાપની શસ્ત્રક્રિયા !
આ ઑપરેશન અમારા માટે પડકાર હતો-અર્ચના કુમારી
આ ઑપરેશન કરનાર પશુચિકિત્સાલયના તબીબ અર્ચના કુમારીએ કહ્યુ હતું કે. આ પ્રક્રિયા ઘણી પડકારભરી અને મુશ્કેલ હતી. જેથી સર્જરીમાં ઘણી સાવધાની રખાઈ હતી. સાપનો જીવ બચાવવા પૂંછડી કાપવાનો એકમાત્ર વિકલ્પ હતો. શસ્ત્રક્રિયા પછી એક અઠવાડિયા સુધી તેની દેખરેખ રાખવાનું નક્કી થયુ હતું. પરંતુ બે દિવસ પછી જ સાપે ભોજન લેવાનું શરુ કરી દેતા તેને લાવનાર યુવકે સાપને પાછો છુટો મુકી દીધો હતો.