દોષી મુકેશની અરજી ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયાધીશ સંગીતા ઢીંગરા સહગલની ખંડપીઠ સમક્ષ રજુ કરવામાં આવી છે. દિલ્હી હાઈકૉર્ટે આરોપીઓના ડેથ વોરંટ પર રોક લગાવવાની ના પાડી છે. હાઈકોર્ટે મુકેશના વકીલને ટ્રાયલ કૉર્ટનો સંપર્ક કરવા અને પેન્ડીંગ દયા અરજી અંગે કૉર્ટને અવગત કરાવવા માટે કહ્યું છે.
નિર્ભયા કેસ: દિલ્હી HCનો આરોપીઓની ડેથ વોરંટ અટકાવવાનો ઈન્કાર - નિભર્યા કેસ મામલો
નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકૉર્ટે આરોપીઓના ડેથ વોરંટ પર રોક લગાવવાની ના પાડી છે. નિર્ભયા દુષ્કર્મ અને મર્ડર કેસના ચાર દોષિતો પૈકીના એક મુકેશે મંગળવારે નીચલી અદાલત કોર્ટે જાહેર કરાયેલા ડેથ વોરંટને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. મુકેશની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.
nirbhaya
વકીલ વૃંદા ગ્રોવર દ્વારા 7 જાન્યુઆરીએ નીચલી અદાલતે જાહેર કરાયેલા ફાંસીના વોરંટને રદ કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં મુકેશે એમ પણ કહ્યું છે કે, તેણે મંગળવારે દેશના રાષ્ટ્રપતિ અને દિલ્હીના ઉપરાજ્યપાલ સમક્ષ દયાની અરજીઓ પણ દાખલ કરી છે.
આ મામલાના ચારેય દોષીઓ વિનય શર્મા, મુકેશ કુમાર, અક્ષય કુમાર સિંહ અને પવન ગુપ્તાને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવામાં આવશે. ચારેય દોષીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે.
Last Updated : Jan 15, 2020, 3:12 PM IST