ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતું કે, અમે જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અંગે જાણવા માંગીએ છીએ. અધિકારીઓ સરખો જવાબ નથી આપી રહ્યા. અમરનાથ યાત્રાને રોકી પર્યટકોને કાશ્મિર છોડી દેવાનો આદેશ કેમ આપવામાં આવ્યો. સંસદ ભરોસો આપે કે લોકોએ ડરવાની જરુર નથી. તેમણે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે અમને આખરી આશ્વાસન રાજ્યપાલ પાસેથી નહીં પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી જોઈએ છે.
જમ્મુ કાશ્મીર મુદ્દે સ્પષ્ટતા આપે કેન્દ્ર સરકારઃ ઉમર અબ્દુલ્લા - amarnatj yatra
ન્યુઝ ડેસ્કઃ જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં મોટા ઉલટફેર થઈ રહ્યા છે. અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવાય છે. મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરાયા છે. જમ્મુ કાશ્મીરના નેતાઓ પણ કળી નથી શકતા કે શું થઈ રહ્યુ છે. આ મુદ્દે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ શનિવારે રાજ્યપાલ સાથે મૂલાકાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, અમને રાજ્યપાલ પાસેથી નહીં પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી આશ્વાસન જોઈએ છે કે ઘાટીમાં બધુ બરાબર છે.
કાશ્મિર મુદ્દે આશ્વાસન આપે કેન્દ્ર સરકારઃ ઉમર અબ્દુલ્લા
તેમણે ઉમેર્યુ હતું કે, નેશનલ કોંગ્રેસ પાર્ટી કાનુની રુપથી કોઈપણ જાતની છેડછાડને સહન કરશે નહીં. અત્યારે રાજ્યમાં ચૂંટણીઓ કરાવી ચૂંટાયેલી સરકાર દ્વારા સમસ્યાઓનું નિરાકારણ થાય તે જરુરી છે. વડાપ્રધાન સાથે મૂલાકાત થઈ ત્યારે તેમણે પણ આવી જ ઈચ્છા વ્યકત કરી હતી. હવે અચાનક અમરનાથ યાત્રા રોકી દેવાથી અમે લોકો સ્તબ્ધ છે.
Last Updated : Aug 3, 2019, 5:32 PM IST