ઉત્તર પ્રદેશમાં 21 જેલ અધિકારીઓ અને 15 IASની બદલી - jail officer
લખનઉ: ઉન્નાવમાં એક કેદી પાસે જેલમાં પિસ્તોલ રાખવાના કેસનો વિડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારે 21 જેલ અધિકારીઓ અને 15 IAS અધિકારીઓની બદલી કરી છે. DG કરાગાર કુમારે જણાવ્યું કે બદલીની જે કાર્યવાહી કરી છે જેમાં કેટલાક એવા છે કે જેનો સમય એક જેલમાં પૂર્ણ થઇ ગયો છે અને કેટલાક એવા છે કે જેની બદલી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
કેંન્દ્રિય અને જિલ્લા જેલના જેલરની બદલી કરી નાખવામાં આવી છે. જેમાં આગ્રા, નૈની, બરેલી, ફતેહપુર, ખીરી, પ્રતાપગઢ, સુલ્તાનપુર, શાહજહાંપુર, બિજનૌર, મૈનપુરી, અલીગઢ, બસ્તી, મુરાદાબાદ, આંમ્બેડકરનગર, ફતેહગઢ, બલિયા, સોનભદ્ર, ગાજીપુર અને બરેલીના જેલર શામેલ છે.
પરંતુ, યાદીમાં ઉન્નાવ જિલ્લા જેલના કોઇ અધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઉન્નાવમાં , જેલાના ચાર અધિકારીઓ વિરૂદ્ધ કામમાં બેફિકરાઇના કારણે વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં જેલ અધીક્ષક અને જેલરને નોટીસ પણ પાઠવવામાં આવી છે.
આ સમગ્ર માહોલ વચ્ચે, રાજ્ય સરકારે ગુરૂવારે મોડી રાત્રે 15 IAS અધિકારીઓની પણ બદલી કરી છે.