આપને જણાવી દઈએ કે, કરવાર બંદર કર્ણાટકમાં આવેલું છે. ક્રુના સભ્યોએ તેની લડાકૂ ક્ષમતાને નુકશાન ન પહોંચે તેના માટે થઈ તત્પરતાથી કામ લીધું હતું.
INS વિક્રમાદિત્યમાં આગ લાગતા કમાંડરનું મોત, તપાસના આદેશ અપાયા - fire
બેંગલુરૂ: શુક્રવાર બપોરે ભારતીય નૌસેનાનું વિક્રમાદિત્યમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના કરવાર બંદર પર પહોંચવાના સમયે થઈ હતી.
ians
સમય સર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આ ઘટનામાં લેફ્ટેનેંટ કમાંડર ડીએસ ચૌહાણ બેભાન થઈ ગયા હતાં.
જે કેબીનમાં આગ લાગી હતી તે ચૌહાણની આગેવાનીમાં કામ કરી રહ્યું હતું. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં દમ ઘૂટવાના કારણે તેમની હાલત ખરાબ થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું છે.