ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળી અભિનેત્રી તથા TMC સાંસદ નુસરત જહાંએ તુર્કીમાં કર્યા લગ્ન - married

ન્યૂઝ ડેસ્ક: બંગાળી અભિનેત્રી અને નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ તુર્કીના બોડરમ શહેરમાં વ્યાપારી નિખિલ જૈન સાથે લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ગઈ છે. બુધવારે લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા બાદ આ નવવિવાહીત જોડીએ એક ફોટો કે જેમાં તેઓ બંને હાથમાં હાથ નાખી જઈ રહ્યા છે તેવો ફોટો શેર કર્યો હતો

ians

By

Published : Jun 20, 2019, 4:26 PM IST

બાશીરહાટથી સાંસદે ટ્વીટર પર એક ફોટો શેર કરતા કૈપ્શનમાં લખ્યું હતું કે, નિખિલ જૈન સાથે ખુશિયોથી ભરેલી જીંદગીની એક નવી શરૂઆત...

અભિનેત્રી આ તસ્વીરમાં લાલ રંગના કપડામાં જોવા મળી રહી છે જેમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તો સાથે નિખિલ પણ સફેદ રંગના પોશાકમાં શાનદાર દેખાઈ રહ્યો છે.

નિખિલ સાથે ટેક્સટાઈલ ચેનમાં સાથે કામ કર્યા બાદ બંને નજીક આવ્યા હતાં.

આ બંને કપલ્સે તુર્કીમાં દક્ષિણી અજિયાન તટ પર મુગલા વિસ્તારમાં નજીકના સંબંધી અને મિત્રોની હાજરીમાં ફેરા લીધા હતાં.

અહીં આ લગ્નમાં તેમની ખાસ મિત્ર અને સાંસદ મિમી ચક્રવર્તી પણ હાજર રહી હતી.

ABOUT THE AUTHOR

...view details