એસ. રવિ એ ICCની પેનલમાં સામેલ ભારતીય વ્યક્તિ છે. સાથે જ તેમણે 33 ટેસ્ટ, 42 વન ડે તેમજ 18 T-20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. આગામી વર્લ્ડકપમાં ICC દ્વારા 22 સભ્યોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 16 અમ્પાયર અને 6 મેચ રેફરીનો સમાવેશ થાય છે.
આ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓવલ મેદાન ખાતે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચના અમ્પાયર ત્રણ વિશ્વકપના વિજેતા હશે. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન મેચ રેફરી તરીકેની ભૂમિકા ભજવશે. જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ઓફ સ્પીનર કુમાર ધર્મસેના અને બ્રૂસ ઓક્સનફોર્ડ ઓન-ફીલ્ડ અમ્પાયર હશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પોલરાઈફલ થર્ડ અમ્પાયર અને જોએલ વિલ્સન ફોર્થ અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે.