ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અટલ પેન્શન યોજનાના સભ્યોની સંખ્યામાં વધારો, 1.9 કરોડ લોકો જોડાયા - અટલ પેન્શન યોડજના

નવી દિલ્હી: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે ચાલૂ વર્ષમાં અટલ પેન્શન યોજના નોંધણીને સારી પ્રતિક્રિયા મળી છે. 31 ઓક્ટોબર 2019 સુધી અટલ પેન્શન યોજનાના 36 લાખથી પણ વધારે ખાતા ખોલવામાં આવ્યા છે. જે 33 ટકાનો વધારો દર્શાવે છે.

અટલ પેન્શન યોડજના

By

Published : Nov 5, 2019, 1:31 PM IST

અટલ પેન્શન યોજના (APY)ની સભ્ય સંખ્યા 1.9 કરોડથી પણ વધુ થઇ ગઇ છે. આ જાણકારી પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDએ દ્વારા આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી શરૂ કરી છે.

નિયમનકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નોંધણી વધારવાનું મુખ્ય કારણ એ છે કે નવા અટલ પેન્શન ખાતા ખોલવા માટે બેન્કોને અપાયેલા લક્ષ્યોને પુરા કરવામાં આવ્યા છે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) એ કહ્યું કે, "અટલ પેન્શન યોજનાની નોંધણીને ચાલુ નાણાકીય વર્ષમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અટલ પેન્શન યોજનાના 36 લાખથી વધુ ખાતા 31 ઓક્ટોબર 2019 સુધી ખોલવામાં આવ્યા છે. આમાં 33 ટકાનો વધારો બતાવે છે. એક વર્ષ પહેલા આજ ગાળામાં આ વધારો 26 ટકા હતો. "

36 લાખ APY ખાતામાં જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા 27.5 લાખ ખાતા, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો દ્વારા 5.5 લાખ ખાતા અને ખાનગી બેન્કો દ્વારા લગભગ ત્રણ લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. જાહેર બેન્કોમાં સ્ટેટ બેંકનો સૌથી વધુ ફાળો રહ્યો હતો. તેમણે 11.5 લાખ અટલ પેન્શન ખાતા જોડ્યા છે.

તે પછી કેનેરા બેન્ક અને બેન્ક ઑફ ઇન્ડિયાનો નંબર આવે છે. પ્રાદેશિક ગ્રામીણ બેન્કોમાં બરોડા ઉત્તરપ્રદેશ ગ્રામીણ બેન્ક, દક્ષિણ બિહાર ગ્રામીણ બેંક અને આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેન્ક સૌથી વધુ સંખ્યામાં અટલ પેન્શન એકાઉન્ટ ખોલાવ્યા છે.

પેમેન્ટ બેન્ક કેટેગરીમાં, એરટેલ પેમેન્ટ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 1.8 લાખ પેન્શન ખાતા ખોલાવ્યા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, PFRDએ માર્ચ 2020 સુધીમાં આ પેન્શન યોજના 2.25 કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.

ABOUT THE AUTHOR

...view details