ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અન્ડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના 2 વકીલોને મળી 6 સંપત્તિ - મુંબઈ હરાજી

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિની આખરે હરાજી થઈ જ ગઈ. દિલ્હીના બે વકીલોને દાઉદની 6 સંપત્તિ મળી ચૂકી છે. આનાથી સરકારને રૂ. 22,79,600ની આવક થઈ છે.

મુંબઈમાં કુખ્યાત ડોન દાઉદની સંપત્તિની થઈ હરાજી, દિલ્હીના બે વકીલને મળી 6 સંપત્તિ
મુંબઈમાં કુખ્યાત ડોન દાઉદની સંપત્તિની થઈ હરાજી, દિલ્હીના બે વકીલને મળી 6 સંપત્તિ

By

Published : Nov 10, 2020, 5:12 PM IST

  • કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી
  • સંપત્તિના કારણે સરકારને 22.79 લાખની આવક
  • દિલ્હીના બે વકીલે દાઉદની સંપત્તિ ખરીદી લીધી

મુંબઈઃ મુંબઈમાં કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિની હરાજી કરી દેવાઈ છે. દિલ્હીના બે વકીલોને દાઉદની 6 સંપત્તિ મળી ચૂકી છે, જેનાથી સરકારને રૂ. 22.79 લાખની આવક થઈ છે. વકીલ અજય શ્રીવાસ્તવને દાઉદની બે પ્રોપર્ટી અને વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજને ચાર પ્રોપર્ટી મળી છે. કુખ્યાત ડોન દાઉદનો સાથી ઈકબાર મિર્ચીની જુહુવાળી સંપત્તિ આ વખતે પણ હરાજીમાં ન વેચાઈ શકી. હરાજીમાં બોલી લગાવનારા લોકોને લાગ્યું કે, તેમણે વેલ્યૂ ખૂબ વધારે લગાવી દીધી છે. એટલે તેઓએ બોલી ન લગાવી.

દાઉદની જૂની હવેલી 11 લાખમાં વેચાઈ

અંડરવર્લ્ડ ડોન દાઉદની જૂની હવેલી માત્ર 11 લાખ 2 હજારમાં વેંચાઈ ગઈ. ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે 4, 5, 7 અને 8 નંબરની સંપત્તિ ખરીદી છે. જ્યારે 6 અને 9 નંબરની સંપત્તિ વકીલ અજય શ્રીવાસ્તવે લીધી છે. દાઉદની 10 નંબરની પ્રોપર્ટીને પાછી લઈ લેવામાં આવી હતી. કારણ કે, તેમાં ટેક્નિકલ ખામી હતી. જોકે તે પ્રોપર્ટીની સીમા પર ઘણો વિવાદ હતો.

ABOUT THE AUTHOR

...view details