ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાલ લોકડાઉન પૂર્ણ કરવા અંગે કોઈ વિચાર નથીઃ ત્રિપુરા CM - કોરોના વાઈરસ ન્યૂઝ

ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેવેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું કે, રાજયમાં લોકડાઉન સમાપ્ત કરવાનો કોઈ વિચાર નથી, પરંતુ કેટલાક પ્રતિબંધો હટાવવા પર પગલા લેશું.

Etv bharta
tripura

By

Published : May 1, 2020, 12:22 AM IST

ત્રિપુરાઃ ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેવે કહ્યું છે કે, રાજ્ય સરકાર નજીકના ભવિષ્યમાં લોકડાઉન સમાપ્ત કરવા અંગે વિચારણા નથી, પરંતુ તબક્કાવાર રીતે કેટલાક પ્રતિબંધોને હળવા કરવાના વિકલ્પો પર ધ્યાન આપશે. તેમણે કહ્યું કે, 3 મે પછી તરત જ ઇન્ટરસ્ટેટ બસ, ટ્રેન અથવા એરલાઇન શરૂ કરવી શક્ય નથી.

રાજ્ય સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક બાદ દેવે બુધવારે સાંજે કહ્યું કે, 'અમને લોકડાઉનને સમાપ્ત કરવાનો કોઈ રસ્તો મળ્યો નથી, કારણ કે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાનો આ એક માત્ર રસ્તો છે. એવું લાગે છે કે, અમારે લોકડાઉન ચાલુ રાખવું પડશે અને અમે તબક્કાવાર રીતે કેટલાક પ્રતિબંધો હટાવીશું.'

આ બેઠકમાં શાસક ભાજપ, સ્વદેશી પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી), સીપીઆઇ (એમ), કોંગ્રેસ અને આઈએનપીટીએ ભાગ લીધો હતો. દેવે કહ્યું કે, '3 મે પછી ઇન્ટરસ્ટેટ બસ, ટ્રેન અથવા એરલાઇનને પુનર્સ્થાપિત કરવી શક્ય નથી. લોકોને લોકડાઉન સ્વીકારવું પડશે. રાજ્યના તમામ રાજકીય પક્ષોને રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યાં છે."

ABOUT THE AUTHOR

...view details