ગુજરાત

gujarat

70 વર્ષમાં એક પણ મુસ્લિમ સાથે ધાર્મિક આધારે ભેદભાવ કરવામાં આવ્યો નથીઃ ગજેન્દ્ર શેખાવત

By

Published : Jan 16, 2020, 11:15 PM IST

જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુરમાં લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે, આઝાદીના 70 વર્ષ થઈ ગયા છે ત્યારે દેશમાં એક પણ ક્ષણ એવી નથી કે, જ્યારે દેશમાં ધર્મના આધારે બે લોકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોય.

Jodhpur
ગજેન્દ્રસિંહ શેખાવત

વધુમાં ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, પવિત્ર કુરાન પર હાથ રાખીને એક પણ મુસલમાન એમ કહે કે, તેમની સાથે ધાર્મિક આધારે દેશની શાસન વ્યવસ્થાએ પરિવર્તન કર્યું છે, તો જે કહેશો તે હું કરવા તૈયાર છું. તેમણે કહ્યું કે, આમ છતાં મુસ્લિમ સમુદાયના મનમાં ડર ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

70 વર્ષમાં એક પણ મુસ્લિમ સાથે ધાર્મિક આધારે ભેદભાવ કરવામાં આવ્યો નથી: શેખાવત

લઘુ ઉદ્યોગ ભારતી કાર્યક્રમમાં નાગરિકતા સુધારા કાયદા અંગે બોલતા શેખાવતે કહ્યું કે, એવો કાયદો જેમાં માત્ર નાગરિકતા આપવાનું પ્રાવધાન છે, તે કાયદા અંગે મૂંઝવણ ફેલાવીને કેટલાક લોકો ફરી એકવાર ધર્મના આધારે સમાજને વિભાજીત કરી રહ્યાં છે. આ એવા લોકો છે જેમની રાજકીય જમીન પગ નીચેથી સરકી ગઈ છે. શેખાવતે કહ્યું કે, એવા વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે જાણે ફરીવાર 1947નો યુગ આવશે.

ABOUT THE AUTHOR

...view details