ગુજરાત

gujarat

By

Published : Aug 10, 2020, 6:10 PM IST

ETV Bharat / bharat

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા

દેશની રાજધાની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિન કોવિડ સુવિધા શરૂ કરવા માટેનો વિચાર હજૂ પ્રારંભિક તબક્કે છે અને હાલમાં તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે.

નોન કોવિડ સુવિધા
નોન કોવિડ સુવિધા

નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં કોવિડની સારવાર કરતી સરકારી હોસ્પિટલોમાં લગભગ બે તૃતિયાંશ પથારી ખાલી છે. હાલ રાજધાનીમાં બિન કોવિડ દર્દીઓની સમસ્યાઓ વધી રહી છે. જે કારણે કોવિડ હોસ્પિટલોમાં નોન કેવિડ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે ચર્ચા

દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ છે. સરકાર પોતે પણ આ વાતની પુષ્ટી કરી રહી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે 13,527 પથારી અનામત રાખવામાં આવી છે, પરંતુ એ માંથી 10,443 પથારી ખાલી છે. કોવિડ હોસ્પિટલમાં ફક્ત 3084 દર્દીઓ દાખલ છે.

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર કોરોના નિયંત્રણ હેઠળ છે

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર કોરોના નિયંત્રણ હેઠળ છે તેમ હોવા છતાં, હાલ કોઈ બેદરકારી રાખવામાં આવશે નહીં અને પથારીમાં પણ ઘટાડો કરવામાં આવશે નહીં, પરંતુ આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી ચર્ચા કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોમાં નોન કેવિડ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. કારણ કે, હાલ હોસ્પિટલોમાં લોકોની ભારે ભીડ છે. જે અત્યારે બિન કોવિડ સેવાઓ ચલાવી રહ્યા છે.

દિલ્હી કોરોના અપડેટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિન કોવિડ સુવિધા શરૂ કરવા માટેનો વિચાર હજૂ પ્રારંભિક તબક્કે છે અને હાલમાં તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં બિન કોવિડ દર્દીઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી થોડા દિવસોમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેની સંભાવના છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, નોન કોવિડ સુવિધાઓ શરૂ કર્યા બાદ પણ આ સ્થિતિ ફક્ત લોકનાયક, GTB અને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો જેવી મોટી કોવિડ હોસ્પિટલોમાં જ આ સેવા શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલ કુલ બેડ ખાલી બેડ
બુરાડી હોસ્પિટલ 150 139
સત્યવાદી રાજા હરિશચંદ્ર 200 166
GTB હોસ્પિટલ 1500 1411
લોકનાયક 2000 1653
રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી 500 442
દિપચંદ્ર બંધુ હોસ્પિટલ 192 112

ABOUT THE AUTHOR

...view details