ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નૉન કાંટૈક્ટ વારફેયરથી ભવિષ્યમાં દુશ્મનોથી ભારત આગળ હશેઃ સેના પ્રમુખ - ભારતીય સેના પ્રમુખ

નવી દિલ્હી : ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, સેનાને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આગળ રહેવું જોઈએ, આવનારા વર્ષમાં દુશ્મનો પર દબાણ કરી, તેમને નુકસાન પહોચાડવામાં આવશે. ભવિષ્યમાં નૉન કાટૈક્ટ વારફેયરથી(બિન સંપર્ક યુદ્ઘ) ભવિષ્યમાં દુશ્મનોથી આગળ રહેવામાં મદદ મળશે.

નવી દિલ્હી
etv bharat

By

Published : Dec 23, 2019, 11:47 PM IST

જનરલ રાવતે રક્ષા સેમીનારને સંબોધિત કરતા કહ્યું કે, "હવે નવીનતા અને શોધની જરૂર નથી, અમે ટેકનોલોજીની આધુનિકતા વિશે વાત કરી રહ્યા છીએ.".નૉન કાટૈક્ટ વારફેયરમાં દેશના સૈનિક એક-બીજા સાથે લડતા નથી. આ સાયબર હુમલો કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી તકનીક સાથે જોડાયેલી લડાઈ હોય છે. જેના દ્વારા અર્થવ્યસ્થા સહિત નુકસાન પહોચાડવામાં આવે છે. આ યુદ્ધની સૌથી મોટી ખાસિયત એ છે કે,આમાં સૈનિકોનું મૃત્યું ઓછામાં ઓછું અથવા તો નહિવત પ્રમાણમાં થાય છે.

જનરલ રાવતે કહ્યું કે, તકનીક અપનાવવા માટે ભારતીય સેનાને સૌથી આગળ રહેવું પડશે. તેમણે કહ્યું કે, ભવિષ્યના યુદ્ધમાં નૉન કાટૈક્ટ નું મહત્વ વધશે. તેમણે કહ્યું કે, નૉન કાટૈક્ટ વારફેયર ભવિષ્યમાં દુશ્મનો પર બઢત મેળવવા આપણી મદદ કરશે. આ માટે આપણે સમજવું પડશે કે, આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે.

જનરલ રાવતે કહ્યુ કે, ક્વાંટમ ટેકનોલોજી, સાઈબર સ્પેસ અને આ સમગ્ર વધતી કૃત્રિમ બુદ્ધિમત્તા સૌને ઉપયોગ કરવો જરુરી છે.

ABOUT THE AUTHOR

...view details