ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે દેશમાં ડૉક્ટર્સ હડતાળ પર, IMAએ કરી હડતાળની જાહેરાત - doctor

કોલકાતા: નીલ રત્ન સરકારી મેડિકલ કોલેજથી શરૂ થયેલી બબાલ આજે સમગ્ર દેશમાં ફેલાઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોશિએશને આજે દેશવ્યાપી હડતાળ બોલાવી છે. સમગ્ર દેશમાં હૉસ્પિટલો આજે 24 કલાક માટે ઈર્મજન્સી સેવાઓ છોડીને બંધ રાખવામાં આવશે. પરંતુ એમ્સ આ હડતાળથી પોતાને અલગ રાખી છે. એમ્સ તરફથી કહેવામાં આવ્યું કે, આજની હડતાળમાં સામેલ નહી થાય, પરંતુ એક કલાકના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

આજે દેશમાં ડોક્ટરો હડતાળ પર, IMAએ કરી હડતાળની જાહેરાત

By

Published : Jun 17, 2019, 7:59 AM IST

Updated : Jun 17, 2019, 2:09 PM IST

બંગાળમાં હડતાળની વચ્ચે જૂનિયર ડોક્ટર્સની માગ પર આજે મમતા બેનર્જી બધા મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. મમતા બેનર્જી 14 મેડિકલ કોલેજના બે બે પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠરમાં પ્રતિનિધિયો ઉપરાંત ચીફ સેક્રેટરી, એડિશનલ અને પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ, અને મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પણ સામેલ થશે.

આ હડતાળ દરમિયાન ફક્ત ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે. આ 24 કલાકમાં એક્સ રે, એમઆરઈ જેવી સુવિધાઓ પણ બંધ રહેશે.

Last Updated : Jun 17, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details