આપને જણાવી દઈએ કે, કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ કોર્ટના આદેશ બાદ ભારતના રાજદ્વારી ગૌરવ આહલૂવાલિયાએ જાધવ સાથે મુલાકાત કરી હતી. જો કે, પાકિસ્તાને હવે ફરી વખત મુલાકાત કરવાની ના પાડી દીધી છે.
કુલભૂષણ જાધવ કેસ: 10 દિવસમાં જ અસલી રંગ બતાવ્યો પાકિસ્તાને
ઈસ્લામાબાદ: પાકિસ્તાને ફક્ત દશ જ દિવસમાં પોતાના અસલી રંગમાં આવી ગયું છે.પાકિસ્તાને કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની હવે ના પાડી દીધી છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે, કુલભૂષણ જાધવ મામલે હવે ભારતને કોઈ કાઉન્સિલર એક્સેસ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ કાઉન્સિલર એક્સેસ આપ્યું હતું.
file
અહીં એ પણ મહત્વનું છે કે, ભારતીય રાજદ્વારી મદદ બાદ તેમણે જણાવ્યું હતું કે, કુલભૂષણ જાધવ પર અનેક પ્રકારના દબાણ આપવામાં આવી રહ્યા છે.
શું છે કાઉન્સિલર એક્સેસ ?
કાઉન્સિલર એક્સેસનો મતલબ એ થાય છે કે, જે દેશનો કેદી હોય તે દેશના રાજદ્વારી અથવા તો અધિકારીને જેલમાં મળવાની પરવાનગી આપે છે. જેવી રીતે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ. જેને પાકિસ્તાનની જેલમાં કેદ કરવામાં આવ્યા છે.