નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના 6 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ છે કે, દેશવાસીઓને ગભરાવાની જરૂર નથી, બસ ધ્યાન રાખવાની જરૂર છે.
ચીનની ચિંતા સમાન કોરોના વાયરસ હવે ભારત તરફ વળ્યો છે. ભારતના ઉત્તર પ્રદેશમાં કોરોનાના 6 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે, તો બીજી બાજુ દિલ્હીમાં એક અને તેલંગણામાં 3 કેસ પોઝિટીવ આવ્યો છે. વડાપ્રધાને આ મુદ્દે બેઠક પણ કરી હતી. આ સાથે જ તેમણે ટ્વીટ કરી લોકોને આ મુસીબતનો સામનો કરવાની હિંમત આપી છે.
વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ છે કે, 'ગભરાવાની જરૂર નથી. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. પોતોની સુરક્ષા માટે નાનું પણ મહત્તવપૂર્ણ પગલું ભરો.' આ સાથે જ PM મોદીએ પોસ્ટર શેર કર્યુ છે, જેમાં સામાન્ય સાફ-સફાઈની રીતો વિશે કહેવામાં આવ્યું છે. વધુમાં જણાવાયું છે કે, હાથ, કાન, નાક અને આંખ તથા મોઢાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું, જેથી વાયરસ ન ફેલાય.
નોંધનીય છે કે, સંસદમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોરોનાને લઈ સ્વાસ્થ્ય મુદ્દે બેઠક યોજાઈ હતી.