ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પરપ્રાંતિય મજૂરો પર બોલી મમતા, કહ્યું- 'અમને લોકોની ચિંતા છે, કોઇપણ બંગાળ છોડીને નથી ગયું' - પરપ્રાંતિય મજૂરો પર બોલી મમતા

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે સ્થળાંતર તેમજ પ્રરપ્રાંતિય મજૂરોને લઇને કહ્યું કે, કેમ કોઈ પણ પરપ્રાંતિય મજૂર બંગાળ છોડીને નથી ગયું? કારણ કે, અમને લોકોની પરવાહ છે અને અમે તેમની કાળજી રાખીએ છીએ.

મમતા
મમતા

By

Published : Jul 8, 2020, 3:17 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારતમાં તે (કેન્દ્ર સરકાર) લોકોને માત્ર 40 ટકા આપશે અને સંપૂર્ણ શ્રેય પોતે લઇ લેશે. તે જ સમયે, સ્વાસ્થ્ય સાથીથી લોકોને 100 ટકા સહાય મળી રહી છે.

મમતાએ પણ પરપ્રાંતિય મજૂરોને લઇને પણગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેમ કોઈ પણ પરપ્રાંતિય મજૂર બંગાળ છોડીને નથી ગયું? કારણ કે, અમે લોકોની કાળજી રાખીએ છીએ. મને એક રાજ્ય બતાવો જે એક વર્ષ માટે મફત રાશન આપતું હોય.

મમતાએ કહ્યું કે, દક્ષિણ કોલકાતા ભાજપના જિલ્લા પ્રમુખ અને તેની માતા કોરોનાથી પ્રભાવિત હતા. પરંતુ ઘણી વાર કહેવા છતાં પણ તેમને ભાજપ કાર્યાલય તરફથી કોઈ મદદ માટે આવ્યું નથી. હું આગળ આવી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

ABOUT THE AUTHOR

...view details