ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઇરસને લઇ મહારાષ્ટ્રમાં આ વર્ષે નવરાત્રી રદ કરાઇ

મહારાષ્ટ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજ્ય સરકારે જાણકારી આપી છે કે, આ વર્ષ નવરાત્રી, દુર્ગાપુજા અને દશેરા જેવા તહેવાર સરળ રીતે ઉજવવામાં આવે.

કોરોના વાઇરસને લઇને મહારાષ્ટ્રમાં આ વર્ષ નવરાત્રી રદ
કોરોના વાઇરસને લઇને મહારાષ્ટ્રમાં આ વર્ષ નવરાત્રી રદ

By

Published : Sep 30, 2020, 12:06 PM IST

મુંબઇ: કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને લઇને આ વખતે મહારાષ્ટ્ર સરકારે નવરાત્રી દરમિયાન રાજ્યમાં થનારા ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. નવરાત્રી હવે નજીકમાં છે, તેમજ કોરોના વાઇરસને લઇને રાજ્યની સ્થિતિ ખૂબ જ ભયાનક છે, ત્યારે રાજ્ય સરકારે જાણકારી આપી છે કે, નવરાત્રી, દુર્ગાપુજા અને દશેરા જેવા તહેવાર સરળ રીતે ઉજવવામાં આવે. આ વર્ષ નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

સરકાર દ્વારા ગરબાના આયોજન પર પ્રતિબંઘ લગાવવા માટે કોરા સેન્ટર દાંડિયાના સંયોજક ગણેશ નાયડૂએ કહ્યું છે કે, અમે દિશાનિર્દશોનું પાલન કરવા તૈયાર છીએ.

આ ઉજવણીના બદલે ડેન્ગ્યુ, મલેરીયા અને કોરોના મહામારીને ધ્યાનમાં લઇને જાગૃતિ કાર્યક્રમો તથા બ્લડ અને પ્લાઝમા ડોનેશનના આયોજન જેવી સેવાકીય પ્રવૃતિ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ નવરાત્રી અને દુર્ગાપૂજા માટે સરકારે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા માટીની મૂર્તિઓને બદલે ધાતુની મૂર્તિઓની વાપરવાની સલાહ આપી છે.

નવરાત્રી અને દુર્ગાપુજા માટે સરકારે કહ્યું છે કે, મૂર્તિનું આગમન અને દર્શન માટે સરઘસ કાઢવામાં નહીં આવે તેમજ ભજન, આરતી અને કીર્તન જેવા કાર્યક્રમોમાં ભીડથી બચવા પર સલાહ આપી છે. વધુમાં કહ્યું છે કે, સંભવ હોય ત્યાં સુધી દેવી દર્શન માટે જવું નહીં. તેમજ દેવી દર્શન માટે ઓનલાઇન માધ્યમથી કેબલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details