ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજીવ ગાંધીની પેઈન્ટિંગ વેચવા મામલે પ્રિયંકા સામે નહીં નોંધાય FIR, દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી - Yes Bank

પ્રિયંકા ગાંધીએ 2 કરોડ રૂપિયામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું પેઈન્ટિંગ યસ બેંકના સ્થાપક રાણા કપૂરને વહેંચ્યું હતું. આ મામલે છેતરપિંડી કરી હોવાની અરજી અખિલ ભારતીય શાંતિ સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. જે અરજી દિલ્હી હાઈ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટ

By

Published : Aug 17, 2020, 9:28 PM IST

નવી દિલ્હીઃ રાજીવ ગાંધીનું પેઇન્ટિંગ વેચવા મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે FIR નોંધવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. રાજીવ ગાંધીની આ પેઇન્ટિંગ યસ બેંકના સ્થાપક રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસેથી રૂપિયા બે કરોડમાં ખરીદી હતી. આ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ન્યાયાધીશ વિભુ બખરૂની ખંડપીઠે અરજદારને ટ્રાયલ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

પ્રિયંકા ગાંધી સામે FIR નોંધવાની માગ

આ અરજી અખિલ ભારતીય શાંતિ સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવ હતી. અરજીમાં પ્રિયંકા ગાંધી, મિલિંદ દેવડા અને રાણા કપૂર સામે ફ્રોડ અને છેતરપિંડીના આરોપમાં FIR નોંધાવવા માટે જણાવ્યું હતું. આ અરજી મુજબ મિલિંદ દેવડાએ યસ બેંકના પ્રમોટર રાણા કપૂર સાથે મળીને આ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પેઇન્ટિંગ વેચવાની આડમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોય તેવી શંકા છે. રાજીવ ગાંધીની આ પેઇન્ટિંગ પ્રખ્યાત ચિત્રકાર મકબુલ ફિદા હુસેન દ્વારા દોરવામાં આવી હતી.

શું છે રાજીવ ગાંધીની પેઇન્ટિંગ વેચવાનો મામલો?

આ અરજી મુજબ પ્રિયંકા ગાંધી આ પેઇન્ટિંગની માલિક હોવાનો દાવો કરતી વખતે રાજીવ ગાંધીની પેઇન્ટિંગ વેચી અને 2 કરોડની રકમ વસૂલ કરી હતી. અરજીમાં ઉલ્લેખ કર્યા અનુસાર રાજીવ ગાંધીના પેઇન્ટિંગ્સ કોંગ્રેસ પાર્ટીની સંપત્તિ છે, પ્રિયંકા ગાંધી વાડ્રાની વ્યક્તિગત સંપત્તિ નથી. આ અરજીમાં રાણા કપૂર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે આ ગુનાહિત કૃત્યમાં પણ સામેલ હતા.

ABOUT THE AUTHOR

...view details