કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી RSS ચીફ મોહન ભાગવત સાથે કરશે મુલાકાત - ચીફ મોહન ભાગવત સાથે કરશે મુલાકાત
નાગપુર: સડક પરિવહન પ્રધાન નિતિન ગડકરી આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. આ બંને એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ મુલાકાતને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ ચાલી રહેલા શિત યુદ્ધ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
nitin gadkari to meet rss chief
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ બંનેની મુલાકાત નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલયમાં થશે. ત્યાર બાદ બંને એક પુસ્તક વિમોચનમાં ભાગ લેશે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, બંને વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ વાતચીત થઈ શકે છે.