રક્ષા પ્રધાન સીતારમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં આ સિંડીકેટ એટલી હદ સુધી આગળ વધી ગયું છે કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પરિવાર તથા અમુક તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પાસેથી પણ બળજબરી પૂર્વક વસૂલી કરવાની કોશિશ કરતા રહ્યા છે.
સીતારમણએ કહ્યું કે મંડળના સભ્યોએ જાદવપુરમાં સાસંદ સુગત બોસથી રોકડ રકમની માંગ કરી હતી.તે દક્ષિણ કોલકાતાના ભવાનીપુર વિસ્તારમાં આવેલા ઘરનું સમારકામ કરાવી રહ્યા હતા.આ ઘરમાં નેતાજી રહેતા હતા.તેમણે કહ્યું કે આવી પરિસ્થિતી જોઇને સુગત બોસે રાજનીતિ છોડીને અમેરિકા પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જાદવપુરમાં તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર બંગાળની અભિનેત્રી મિમીની જાહેરાત કરતા મમતા બનેર્જીએ કહ્યું હતું કે બોસને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ચૂંટણી લડવાની અનુમતિ મળી ન હતી. જ્યા તેઓ અભ્યાસ કરતા હતા.