2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ પ્રકરણના આરોપીઓમાંથી એક મુકેશના વકીલ ટ્રાયલ કોર્ટના દ્વારે પહોંચ્યા છે. મુકેશના વકીલે એક અરજી આપી છે. જેમાં દયા અરજી અને સજાની તારીખ (22 જાન્યુઆરી)ને સ્થગિત કરવાની માગ કરાઈ છે. કોર્ટે વકીલોને આદેશ કર્યો કે આ અરજીની નકલ ફરિયાદી પક્ષને પણ આપવામાં આવે.
નિર્ભયા કેસઃ આરોપી મુકેશ ફાંસી અટકાવવા ટ્રાયલ કોર્ટ પહોંચ્યો, આજે સુનાવણી - નિર્ભયા ગેંગરેપ
નવી દિલ્હીઃ 2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મના મુદ્દે ટ્રાયલ કૉર્ટે રાજ્ય સરકારને નોટીસ જાહેર કરી છે. આ મુદ્દે આજે બપોરે 2 વાગ્યે સુનાવણી થશે. દુષ્કર્મ પીડિતાના માતા-પિતા પાસે પણ જવાબ માંગ્યો છે. આ પહેલા બુધવારે દિલ્હી હાઈકૉર્ટે ડેથ વોરંટ અટકાવવાનો ઈન્કાર કર્યો હતો.
ટ્રાયલ કોર્ટે રાજ્યને પણ નોટીસ જાહેર કરી છે. આ મુદ્દે આજે બપોરે 2 વાગે સુનાવણી થશે, કોર્ટે 2012ના દિલ્હી સામૂહિક દુષ્કર્મ પીડિતાના માતા-પિતા પાસે પણ જવાબ માંગ્યો છે. આ પહેલા 2012 નિર્ભયા સામૂહિક દુષ્કર્મ મુદ્દે દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને અટકાવવાનો ઈન્કાર કર્યો હતો. જેમાં ડેથ વોરંટ જાહેર કરાયું હતું. હાઈકોર્ટે મુકેશના વકીલની અરજીને સત્ર ન્યાયલયમાં પડકારવાની છૂટ આપી છે અને પેન્ડિગ દયા અરજી અંગે કોર્ટને જાણ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આ ફાંસીની સજામાં મોડુ કરવાની રણનીતિ લાગે છે.
આ પહેલા સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, જો ડેથ વોરંટ વિરુદ્ધની અરજી નકારવામાં આવે તો ફાંસી માટે 14 દિવસનો સમય આપવો જરૂરી છે. આ મુદ્દે નીચલી કોર્ટમાં અરજી કરી શકાય છે. નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડ મુદ્દે 4 દોષિતોમાંથી મુકેશે નીચલી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા મૃત્યુના આદેશ સામે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.