નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષિતોના વકીલે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં એક દોષિતની બીજી દયા અરજી પેન્ડીંગ હોવાથી તેમની ફાંસી પર રોક લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
નિર્ભયાના દોષિતોને શુક્રવારે 'સજા-એ-મોત' નક્કી - નિર્ભયા
નિર્ભયા દુષ્કર્મ કેસમાં દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની અરજી ફગાવી દીધી છે. ડેથ વોરંટ પર રોક લગાવવાની અરજી કોર્ટે નામંજૂર કરી છે. આ અંગે નિર્ભયાના પિતાને કોર્ટ તરફથી જાણ કરી દેવામાં આવી છે.
નિર્ભયાના દોષિતોને આવતી કાલે જ ફાંસી અપાશે
નિર્ભયા ગેંગરેપના દોષિતો સામે અત્યાર સુધીમાં ચાર ડેથ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. પરંતુ ફાંસીને ટાળવા દોષિતો અલગ અલગ પ્રકારની અરજીઓ કરી રહ્યા છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશસિંહની અરજીને ફગાવી દીધી હતી. આજે કોર્ટની કામગીરી દરમિયાન નિર્ભયાના સમર્થકો અને દોષિતોના વકીલ એ.પી. સિંહના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. જો કે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.