ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ 42 દિવસમાં ત્રીજું ડેથવોરન્ટ, 3 માર્ચે ફાંસી - nirbhaya case news

નિર્ભયાના દોષિતો અગાઉના બે ડેથ વોરંટમાં વિવિધ કાનૂની વિકલ્પને કારણે બચી ગયા હતાં, ત્યારે દિલ્હીની પટિયાલા કોર્ટે ત્રીજુ ડેથ વોરંટ જાહેર કર્યુ છે. જે પ્રમાણે દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.

ff
ff

By

Published : Feb 18, 2020, 8:41 AM IST

નવી દિલ્હીઃ નિર્ભયા કેસની સુનાવણી કરતાં દિલ્હીની પટિયાલા કોર્ટે દુષ્કર્મના ચારેય દોષીઓ વિરૂદ્ધ ડેથ વોરંટ જાહેર કરી દીધું છે. કોર્ટે ચારેય દોષીઓને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ કર્યો છે.

આ પહેલા પણ બે વખત વોરંટ જાહેર થયું હતું.

આ અગાઉ પણ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય દોષીઓ વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. પહેલા ડેથ વોરંટ પ્રમાણે દોષીઓને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો.

એક ફેબ્રુઆરીએ બીજુ વોરંટ

પહેલું વોરંટ જાહેર થયા બાદ દિલ્હીવાસીઓ સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો, પરંતુ દોષિતો પાસે ઉપલબ્ધ કાનૂની ઉપાયને કારણએ ફાંસી ટળી હતી, ત્યાર બાદ એક ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા બીજુ ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પણ દોષિતોના કાનૂનને ધ્યાને રાખી 31 જાન્યુઆરી સુધી ફાંસી ન આપવાનો નિર્ણય કરાયો હતો.

નિર્ભયાના માતા-પિતાએ કરી હતી અરજી

દોષિતો પાસે રહેલા કાનૂની વિકલ્પને કારણે તેમની બે વખત ફાંસી ટળી હતી. જેથી નિર્ભયાના માતા-પિતાએ કોર્ટને ફરી એટલે કે ત્રીજીવાર ડેથ વોરંટ જાહેર કરવાની કોર્ટમાં અરજી હતી. નિર્ભયાની માતાએ કોર્ટમાં હાથ જોડી ત્રીજુ ડેથ વોરંટ જાહરે કરવાની અરજી સાથે કોર્ટમાં રડી પડી હતી.

દિલ્હીની પટિયાલા કોર્ટેના ત્રીજા ડેથ વોરંટ પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, નિર્ભયાના આરોપીને ફાંસી આપવાની દિલ્હીના લોકોની માંગ પુરી થઈ છે. તેમજ આ એવા લોકો માટે શીખ છે, જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે.

ABOUT THE AUTHOR

...view details