નવી દિલ્હી: નિર્ભયા કાંડના ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાઈ હતી. આખરે નિર્ભયાને 7 વર્ષ, 3 મહિના, 4 દિવસ પછી ન્યાય મળ્યો હતો.
નિર્ભયા કેસ: દોષિતોને 'સજા એ મોત', માતા આશા દેવીએ કહ્યું- 'અંતે ન્યાય મળ્યો'
નિર્ભયા કાંડના ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યા છે. ચારેય આરોપીઓેને આજે વહેલી સવારે 5:30 ફાંસી આપવામાં આવી હતી. દોષિતોના મૃતદેહોને DDU હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યાં છે.
નિર્ભયા કેસ
2,650 દિવસનો બાદ ચારેય દોષિતોને ફાંસી અપાઇ છે. નિર્ભયાની માતાએ ચારેય આરોપી અક્ષય, પવન, વિનય અને મુકેશને ફાંસી અપાયા બાદ કહ્યું કે, અંતમાં ફાંસી આપવામાં આવી, આ એક લાંબો સંઘર્ષ હતો. આજે અમને ન્યાય મળ્યો છે. આ દિવસ દેશની છોકરીને સમર્પિત છે. હું ન્યાયપાલિકા અને સરકારનો આભાર માનું છું.