ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીરવ મોદી મામલે બ્રિટિશની કોર્ટમાં મુંબઈ જેલનો વીડિયો બતાવવામાં આવ્યો

ભાગેડુ નીરવ મોદી મામલે બ્રિટેનમાં સુનાવણી ચાલી રહી છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સુનાવણી કરી રહેલી બ્રિટેનની એક અદાલતે સોમવારે મુંબઈની આર્થર રોડ જેલનો એક નવા વીડિયોની સમીક્ષા કરી છે.

Nirav modi
Nirav modi

By

Published : Sep 8, 2020, 9:57 AM IST

લંડનઃ નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સુનાવણી કરી રહેલી બ્રિટેનની એક અદાલતે સોમવારે મુંબઈની આર્થર રોડ જેલનો એક નવી વીડિયોની સમીક્ષા કરી છે.

ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા મની લોન્ડ્રિંગ અને છેતરપિંડિના આરોપોમાં જો ભાગેડુ નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે તો તો તેને મુંબઈની આર્થર જેલમાં રાખવામાં આવશે. પંજાબ નેશનલ બેન્ક સાથે લગબગ બે અરબ અમેરિકા ડોલરના ગોટાળાના મામલામાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલ ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસે અદાલતને આ વીડિયો બતાવ્યો અને જેલમાં કોરોના વાઈરસ પરીક્ષણ તથા અન્ય સુરક્ષાના ઉપાયો સંબંધિત કેટલીક જાણકારી આપી હતી.

આ વીડિયો 2018માં કિંગ ફિશર એયરલાઈના માલિક વિજય માલ્યા વિરુદ્ધ પ્રત્યાર્પણ મામલે તૈયાર કરવામાં આવેલા વીડિયો જેવો જ છે. માલ્યાને પણ બૈરક 12 માં જ રાખવામાં આવશે. ભારત સરકારના વીડિયો અનુસાર તે બૈરકમાં બહુચર્ચિત અપરાધીઓને રાખવામાં આવે છે. જોકે માલ્યા હાલ જામીન પર છે. પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાની અતિમ અપીલ મે માં ઠુકરાવવામાં આવી હતી.

બ્રિટિશ ગૃહમંત્રાલયે સંકેત આપ્યો હતો કે કાનુની મામલાઓમાં કેટલાક મુદ્દાઓ લંબિત છે. એડવોકેટ હેલેન મૈલકમે સોમવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ અદાલતને જણાવ્યું કે આ વીડિયોથી એ સાબિત થાય છે કે જેલની સ્થિતિમાં માનવાધિકાર સંબંધી યુરોપીય સંધિ હેઠળ બ્રિટેનના દાયિત્વના ઉલ્લંઘનને કોઈ ખતરો નથી. તેમણે ન્યાયમૂર્તિ સૈમુઅલ ગુજીને કહ્યું કે બૈરક 12 નો અપડેટ વીડિયો તેમને યોગ્ય લાગ્યો.

નીરવ મોદી મામલે ચાલી રહેલી સુનાવણીનો સોમવારે પહેલો દિવસ હતો અને તે શુક્રવાર સુધી ચાલશે. આ મામલે નિર્ણય આ વર્ષના અંત સુધીમાં આવે તેની સંભાવના છે. અંતિમ સુનાવણી એક ડિસેમ્બરે થશે.

ABOUT THE AUTHOR

...view details