હૈદરાબાદઃ એક્સાઇઝ એન્ફોર્સમેન્ટના કર્મચારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ડ્રગ્સ તસ્કરીની શંકાના આધારે 3 નાઇજિરીયન શખ્સની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 6 ગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે.
હૈદરાબાદમાં ડ્રગ્સ તસ્કરીમાં નાઈજિરયાના 3 શખ્સની ધરપકડ - Drugs
એક્સાઇઝ એન્ફોર્સમેન્ટના જવાનોએ તેલંગણાના હૈદરાબાદમાં ડ્રગ્સ તસ્કરીની શંકાના આધારે 3 નાઇજિરિયનની ધરપકડ કરી હતી.
હૈદરાબાદમાં ડ્રગ્સ તસ્કરીમાં નાઈજિરયાના 3 શખ્સની ધરપકડ
અધિકારી અનિજ રેડ્ડીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે હૈદરાબાદના ટોલી ચોકી વિસ્તારમાંથી આ 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમને મુંબઈથી એક વ્યક્તિ દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું. તેઓ એક ગ્રામના 6 હજાર રુપિયાના ભાવે ડ્રગ્સ વેચતા હતા.