ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારઃ દંપતીએ જુડવા બાળકોના નામ રાખ્યાં કોવિડ અને કોરોના

આ સમયે કોરોનાએ સમગ્ર દેશમાં ભયનો માહોલ બનાવીને રાખ્યો છે. કોઈ પણ વ્યક્તિ આ મહામારીનું નામ પણ લેવા માંગતું નથી, પરંતુ બિહારના એક દંપતીએ પોતાના જુડવા બાળકોના નામ કોરોના અને કોવિડ રાખ્યાં છે. લોકોના મનમાં રહેલો ભય દૂર કરવા માટે દંપતીએ આ નામ રાખ્યું છે.

By

Published : Apr 13, 2020, 4:06 PM IST

ETV BHARAT
દંપતીએ જુડવા બાળકોના નામ રાખ્યાં કોવિડ અને કોરોના

પટનાઃ સમગ્ર દેશને ડરાવનાર કોરોના વાઇરસનું નામ લેવા માટે કોઈ તૈયાર નથી. આ મહામારીએ સમગ્ર દુનિયાને ખોરવી નાખી છે. કોરોનાને કારણે સમગ્ર દેશ થંભી ગયો છે. આ દરમિયાન બિહારથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જયનંદન બિગહામાં એક મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. દંપતીએ આ બાળકોના નામ કોરોના અને કોવિડ રાખ્યાં છે.

આ જુડવા બાળકોના નામ કોરોના અને કોવિડ રાખવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

આ અંગે બાળકોની માતા જૂલી કુમારીએ જણાવ્યું કે, આ સમયે સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યો છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન અને વાહન-વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તમામ લોકો ઘરની અંદર કેદ છે.

તે કહે છે કે, આ મોટી બીમારીનું નામ લેવું પણ કોઈ પસંદ કરતા નથી. જેથી લોકોનો ડર દૂર કરવા માટે અમે બાળકોના નામ કોવિડ અને કોરોના રાખ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનુગ્રહ મગધ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં એક બાળકનું નામ કોવિડ રાખવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details