એફવન સ્ટુડન્ટ વિઝા શું છે -
અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાં અન્ય દેશના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમ અથવા અંગ્રેજી ભાષાના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા હોય ત્યારે તેમને એફવન વિઝા ઈસ્યુ કરાય છે.
એફવન સ્ટુડન્ટ્સ સંપૂર્ણ સમયના વિદ્યાર્થી તરીકેના દરજ્જા માટે લઘુતમ અભ્યાસક્રમનો લોડ જાળવી રાખવો જરૂરી છે. તેઓ પોતાનો શૈક્ષણિક કાર્યક્રમ પૂરો કરી લે તે પછી 60 દિવસ સુધી જ અમેરિકામાં રોકાઈ શકે છે, સિવાય કે તેમણે અરજી કરીને રોકાણ તેમજ ઓપીટી પ્રોગ્રામ હેઠળ અમુક સમયગાળા માટે કામ કરવાની મંજૂરી મેળવી લીધી હોય.
અમેરિકા ઓનલાઈન વર્ગો ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓના એફવન વિઝા રિન્યુ નહીં કરે - એવું સમાચારોમાં શા માટે છે
7મી જુલાઈના રોજ અમેરિકાએ જણાવ્યું કે કોવિડ-19 મહામારીને કારણે સંપૂર્ણપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હોય તેવા વિદેશના વિદ્યાર્થીઓના વિઝા તે રિન્યુ નહીં કરે.
નવો આદેશ એફવન વિઝા એવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં જોડાયેલા છે અને એમવન વિઝા એવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ વોકેશનલ - વ્યાવસાયિક અભ્યાસક્રમ-કામ કરી રહ્યા છે.
એફવન વિઝા અંગે અમેરિકાનો નવો આદેશ શો છે
અમેરિકાએ એફવન સ્ટુડન્ટ વિઝા માટે નવો આદેશ જાહેર કર્યો છે કે જે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં ફક્ત ઓનલાઈન વર્ગોમાં હાજરી આપી રહ્યા છે, તેમના વિઝા રિન્યુ નહીં થાય.
જે એફવન સ્ટુડન્ટ્સ શૈક્ષણિક અભ્યાસક્રમો તેમજ એમવન સ્ટુડન્ટ્સ વ્યાવસાયિક અભ્યાસક્રમ-કામ સંપૂર્ણપણે ઓનલાઈન હાથ ધરી રહ્યા છે, તેમણે આ બાબતે તરત જ કાર્યરત બનવું પડશે, કેમકે જો તેઓ અમેરિકા છોડીને ચાલ્યા નહીં જાય તો તેમણે કાયદાકીય પગલા અને ઈમિગ્રેશનની કાર્યવાહીનો સામનો કરવો પડશે. એફવન સ્ટુડન્ટ્સે સંપૂર્ણ સમયના વિદ્યાર્થીના દરજ્જા માટે લઘુતમ અભ્યાસક્રમ લોડ (મિનિમમ કોર્સ લોડ) જાળવવો ફરજિયાત છે.
તેઓ પોતાનો શૈક્ષણિક કાર્યક્રમ પૂરો કરી લે તે પછી 60 દિવસ સુધી જ અમેરિકામાં રોકાઈ શકે છે, સિવાય કે તેમણે અરજી કરીને રોકાણ તેમજ ઓપીટી પ્રોગ્રામ હેઠળ અમુક સમયગાળા માટે કામ કરવાની મંજૂરી મેળવી લીધી હોય.
આ સમાચાર ભારતીય વિદ્યાર્થીઓને શા માટે અસર કરે છે -
નવો આદેશ ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક છે, કેમકે અમેરિકામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધુ છે.
2019માં અમેરિકામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તી તેમના મૂળ દેશ મુજબ આ પ્રમાણે હતી :
ચીન - 3,69,548 વિદ્યાર્થીઓ
ભારત - 2,02,014 વિદ્યાર્થીઓ
દક્ષિણ કોરિયા - 52,250 વિદ્યાર્થીઓ
ચીન - 2018થી 2019 દરમ્યાન ચીનમાં વાર્ષિક વધારો ધીમો પડીને 1.7 ટકા નોંધાયો.
કોરિયા - અમેરિકાના ગૃહ વિભાગે જણાવ્યું છે કે દર વર્ષે અમેરિકામાં 60,000 કોરિયન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા તમામ વિદેશી વિદ્યાર્થીઓમાં કોરિયાના વિદ્યાર્થીઓ 6.5 ટકા હોય છે, જોકે આ સંખ્યા પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટવા લાગી છે. ભારત - વર્ષ 2019ના ઓપન ડોર્સ રિપોર્ટ મુજબ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ટકા વધીને 2,02,014 થઈ છે.
છેવટની નોંધ:વર્ષ 2017 અને 2018ના રિપોર્ટ જણાવે છે કે અમેરિકામાં વિવિધ દેશોમાંથી વિદેશી વિદ્યાર્થીઓ આવે છે, જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ચીનથી આવે છે, કોરિયા અને ભારતનો બીજો ક્રમ છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી ચીન અને કોરિયા તેમના વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવાનું ઘટાડી રહ્યા છે, જ્યારે ભારતે અમેરિકામાં પોતાના વિદ્યાર્થીઓની સંખ્યા વધારી છે, જે ભારત માટે ચિંતાજનક સ્થિતિ છે.
આઈસીઈ (ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) ઓફ યુએસએએ -સાતમી જુલાઈએ જણાવ્યું કે નોન-ઈમિગ્રન્ટ એફ-વન અને એમ-વન વિદ્યાર્થીઓ, જેઓ સંપૂર્ણ ઓનલાઈન ચાલતી સ્કૂલ્સ એટેન્ડ કરીને પોતાનો સંપૂર્ણ કોર્સ લોડ ઓનલાઈન મેળવીને અમેરિકામાં રહી શકશે નહીં.
અપવાદ -ફક્ત એવા વિદ્યાર્થીઓને આમાંથી અપવાદ મળશે, જેમણે હાઈબ્રિડ કોર્સ માટે પ્રવેશ મેળવ્યો છે અને તે યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગોને મંજૂરી આપે છે, પરંતુ આ વર્ગો ત્રણ ક્રેડિટ કલાકથી વધુ હોવા જોઈએ નહીં. ઉપરાંત, જે વિદ્યાર્થીઓએ પૂર્ણ સમયના કોર્સ માટે પ્રવેશ મેળવ્યો છે, તેમને પણ અપવાદ મળશે..
શરત-
ભારતીય વિદ્યાર્થીઓ જો ઓનલાઈન કોર્સ કરી રહ્યા હશે તો તેમને એફવન વિઝા નહીં મળે
જો કોઈ વિદ્યાર્થીને એફવન વિઝા ઉપર અમેરિકા જઈને અભ્યાસ કરવો હશે તો તેણે હાઈબ્રિડ કોર્સ અથવા ઓન-કેમ્પસ કોર્સ જ પસંદ કરવો પડશે.
હાઈબ્રિડ કોર્સ -એટલે એવો કોર્સ, જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઈન વર્ગો દ્વારા ન હોય અને કેટલાક વર્ગો ઓફલાઈન પણ હોય.
હાલમાં અમેરિકામાં એફવન વિઝા ઉપર હોય તેવા ભારતીય વિદ્યાર્થીઓને આ નિર્ણયની કેવી રીતે અસર થશે ?
એફવન વિઝા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓએ પરત આવવું પડશે અને તેમણે જોવું પડશે કે તેમની યુનિવર્સિટી ઓન-કેમ્પસ વર્ગો શરૂ કરી રહી છે કે નહીં. જો ઓન-કેમ્પસ વર્ગો શરૂ થવાના ન હોય તો તેમણે ઓન-કેમ્પસ વર્ગો ચલાવતી અમેરિકાની અન્ય કોઈ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થવું પડશે.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં દર વર્ષે ઘણા નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, પરંતુ મહામારીની આ સ્થિતિમાં તેમજ અમેરિકા સરકારના આદેશ બાદ વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે અથવા અન્ય યુનિવર્સિટીઓમાં અરજી કરવી પડશે.
નોંધ - જો કોઈ વિદ્યાર્થી આ નિયમનો ભંગ કરતો જણાશે તો તેની ઉપર કદાચ જીવનપર્યંત અમેરિકામાં પ્રવેશ માટે પ્રતિબંધ મુકાય અથવા તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે.
ઉકેલ -
વિદ્યાર્થીઓ હાઈબ્રિડ કોર્સ ધરાવતી અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.
અમેરિકાની યુનિવર્સિટીઓનું આયોજન :- આદેશ મુજબ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ હાઈબ્રિડ વર્ગો માટે આયોજન કરી રહી છે, જ્યારે કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ આ માટે કાયદાકીય કાર્યવાહી માટેનું આયોજન કરી રહી છે.
ટીકા :-
ઈમિગ્રેશન એટર્ની સાયરસ મહેતા કહે છે, ”જો તેમણે લડાઈ ઝઘડામાં ન પડવું હોય તો તેઓ વિઝિટર તરીકેનો દરજ્જો મેળવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ એ કોઈ ઠોસ ઉકેલ નથી, કેમકે વિઝિટર તરીકેનો દરજ્જો પણ ટૂંકા ગાળાનો હોય છે અને તે મંજૂર થાય, તેની પણ કોઈ ગેરંટી હોતી નથી.”
યોકેટના સહસ્થાપક અને ઉચ્ચ શિક્ષણ નિષ્ણાત સુમિત જૈન કહે છે-
“આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપર મોટા પાયે નિર્ભર હોય તેવી અમેરિકાની યુનિવર્સિટીઓને કેમ્પસ ખુલ્લું કરવાની ફરજ પડશે, નહીં તો તેમને આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ગુમાવવાનું જોખમ છે.” સુમિત જૈન જણાવે છે કે, “આ પગલું મુખ્યત્વે યુનિવર્સિટીઓને લક્ષમાં રાખીને લેવાયું છે, વિદ્યાર્થીઓને નહીં.” એફવન વિઝા રિન્યુ નહીં કરવાના નવા આદેશ બાબતે જૈને કહ્યું કે “આ પગલાથી તેમની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા મળતી વિશાળ આવક બંધ થઈ જશે અને તેમને કેમ્પસ ખોલવાની ફરજ પડશે.”.