નવી દિલ્હી : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને વિપક્ષ નેતા વિજેન્દ્ર ગુપ્તાની ચૂંટણીને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટ આ અરજીઓ પર 25 નવેમ્બરના રોજ સુનાવણી કરશે. બંને અરજીઓ જસ્ટિસ સી હરીશંકરની ખંડપીઠની સામે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. કોર્ટે અરજદારોને વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન દલીલ કરવા બે વખત બોલાવ્યા હતા. પરંતુ બંને વખત અરજદારો વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાઈ શક્યા નહોતા. ત્યારબાદ કોર્ટે બંને અરજીઓ પર 25 નવેમ્બરના રોજ સુનાવણીનો આદેશ આપ્યો હતો.
CM કેજરીવાલ અને BJP નેતા વિજેન્દ્ર ગુપ્તાની ચૂંટણીને પડકારતી અરજીઓ હાઈકોર્ટમાં દાખલ - CM અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાની ચૂંટણીને પડકારતી બે અલગ અલગ અરજીઓ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલની વિરૂદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે ખત્રી
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ બંને નેતાઓએ પોતાના ચૂંટણી ખર્ચ વિશે ખોટી માહિતી આપી છે. અરજીમાં જણાવાયું છે કે, આવી રીતે કરીને બંને નેતાઓએ જન પ્રતિનિધિત્વ કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે. અરજીમાં બંને નેતાના 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. અરવિંદ ખત્રી અરવિંદ કેજરીવાલની વિરૂદ્ધ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. તેમણે વિજેન્દ્ર ગુપ્તા વિરૂદ્ધ રોહિણી વિધાનસભાના મતદાતાના રૂપમાં અરજી દાખલ કરી છે.