ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના સ્વાસ્થ્યમાં પ્લાઝમા થેરાપી બાદ સુધારો

દેશમાં કોરોના સંક્રમણની ગતિ દિવસે દિવસે વધી રહી છે.આ વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સત્યેન્દ્ર જૈનને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જોકે તેમને પ્લાઝમા થેરેપી આપ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન

By

Published : Jun 21, 2020, 6:50 PM IST

નવી દિલ્હી: પ્લાઝ્મા થેરાપી બાદ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને તાવ ઓછો થઈ ગયો છે અને ઓક્સિજનનું સ્તર પણ યોગ્ય છે. ડોક્ટરનું કહેવું છે કે ગઈકાલ સુધી તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

શુક્રવારે સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી ત્યારેબાદ તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. દિલ્હીના રાજીવ ગાંધી હોસ્પિટલમાં સત્યેન્દ્ર જૈનની સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું હતું કે, સત્યેન્દ્ર જૈનને ફેફસામાં સંક્રમણ વધી ગયું હતું જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈનને થોડા દિવસ પહેલા તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. બાદમાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, શરૂઆતમાં ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ, તેમની તબિયત સુધારવા પણ લાગી હતી. જોકે, બાદમાં સત્યેન્દ્ર જૈનનો વધુ એક કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં, તેઓ પોઝિટિવ આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે કોરોના પોઝિટિવ આવતા પહેલા સત્યેન્દ્ર જૈન સતત બેઠકો કરી રહ્યા હતા. દિલ્હીના મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જે બેઠક કરી હતી તેમાં પણ તેઓ હાજર રહ્યા હતા. કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details