નવી દિલ્હી: કોરોના વાઈરસના વધતાં સંક્રમણને ધ્યાને રાખી લોકડાઉન લંબાવાયું છે. જેથી રાષ્ટ્રીય ઉપભોગ વિવાદ નિવારણ કાર્યક્રમ (એન.સી.ડી.આર.સી.) ને 2 જૂન સુધી તમામ મામલાઓ અંગે સુનાવણી સ્થગિત કરી છે. એનસીડીઆરસીના જોઈન્ટ રજિસ્ટ્રાર એસ હનુમંત રાવે આ આદેશ જારી કર્યો છે.
એનસીડીઆરસીએ તમામ મામલાઓની સુનાવણી 2 જુન સુધી સ્થગિત કરી 19 મે થી1 જૂન સુધી સુનાવણી સ્થગિત
એનસીડીઆરસીએ 19 મેથી 1 જૂન સુધી તમામ મુદ્દાઓ મામલે સુનાવણી જુલાઈ અને ઓગસ્ટમાં લિસ્ટ કરવાનો આદેશ કર્યો છે. નીચેના લિસ્ટ મુજબ મામલાઓની સુનાવણી કરવામાં આવશે.
- 19 મે માટે લિસ્ટેડ મામલાઓની 29 જુલાઈએ
- 20 મે માટે લિસ્ટેડ મામલાઓની 30 જુલાઈએ
- 21 મે માટે લિસ્ટેડ મામલાઓની 31જુલાઈએ
- 22 મે માટે લિસ્ટેડ મામલાઓની 4 ઓગસ્ટ
- 23 મે માટે લિસ્ટેડ મામલાઓની 5 ઓગસ્ટ
- 26 મે માટે લિસ્ટેડ મામલાઓની 5 ઓગસ્ટ
- 27 મે માટે લિસ્ટેડ મામલાઓની 6ઓગસ્ટ
- 28 મે માટે લિસ્ટેડ મામલાઓની 7 ઓગસ્ટ
- 29 મે માટે લિસ્ટેડ મામલાઓની 10 ઓગસ્ટ
- 1 જુન માટે લિસ્ટેડ મામલાઓની 11 ઓગસ્ટ માટે લિસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
અતિમહત્વના મામલાઓની સુનાવણી મેશનિંગ એનસીડીઆરસીના આવાસ પર થશે
એનસીડીઆરસીના આદેશમાં જણાવાયું છે કે જો કોઈ મહત્વપૂર્ણ કેસની લોકડાઉન દરમિયાન સુનાવણી કરવી જરૂરી બને તો તે મામલે એનસીડીઆરસીના અધ્યક્ષના નિવાસ સ્થાને કરવામાં આવશે. આ સાથે આદેશમાં એનસીડીઆરસીના નિવાસસ્થાનનો ફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ બાબતે તાત્કાલિક સુનાવણી માટે ઉલ્લેખ કરી શકાશે.