ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગ્રેટર નોઈડામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં 20 દર્દી સહિત સ્ટાફ પણ કોરોના પોઝિટિવ - Corona cases in grater noida

ગ્રેટર નોઈડામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ નોંધાયા છે. 20 લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દર્દી ઉપરાંત સ્ટાફમાં પણ કોરોના પોઝિટિવ દર્દી જોવા મળ્યા હતા.

ગ્રેટર નોઈડામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં 20 દર્દી સહિત સ્ટાફ પણ કોરોના પોઝિટિવ
ગ્રેટર નોઈડામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં 20 દર્દી સહિત સ્ટાફ પણ કોરોના પોઝિટિવ

By

Published : Aug 2, 2020, 7:01 PM IST

નોઈડા: ગ્રેટર નોઈડાની સેક્ટર નંબર 2માં આવેલી શાંતિ ઓમ હોસ્પિટલમાં દર્દી અને સ્ટાફ બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગ્રેટર નોઈડાના આલ્ફા 2માં સ્થિત શાંતિ હોમ્સ, જેમાં વ્યસનમુક્તિ કેન્દ્ર અને માનસિક સારવાર સહિતના તમામ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શાંતિ હોમ્સમાં લગભગ 50 થી 60 દર્દીઓ અને કર્મચારીઓ છે. જેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો.

રિપોર્ટ અનુસાર, લગભગ 20 જેટલા કર્મચારીઓ અને દર્દીઓ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું કે, કોવિડ- 19ના નિયમ મુજબ તમામ કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલના પહેલા ફ્લોર પર કોરેન્ટાઇન કરાયા છે.

શાંતિ હોમ્સના ડોકટરોએ જણાવ્યું હતું કે, 14 દિવસ પછી, દરેકનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ, જો કોઈ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે, તો તેઓને કોવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details