આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય મહિનાઓથી દિલ્હીમાં ચૂંટણી કેંપેન કરી રહ્યું છે. જે દરમિયાન ઘણા વાયદાઓ પણ કરી ચૂક્યા છે. જેમાથી એવા વાયદાઓ પણ શામેલ છે, જે કોંગ્રેસ અને ભાજપમાં પણ શામેલ ન હતા. પુર્ણ રાજ્યના મુદ્દે આમ આદમી પાર્ટીએ પોતાના કેમ્પેઇનમાં મુખ્ય આધાર બનાવ્યો છે. આ સાથે જ પૂર્ણ રાજ્યથી ક્યા ફાયદાઓ થઇ શકે છે. તેને મુખ્ય રીતે આગવું સ્થાન આપ્યુ હતું.
હવે તમામ દાવાઓ અને વાયદાઓને એકત્રીત કરીને મેનિફેસ્ટોના રૂપે રજુ કરવા જઇ રહ્યાં છે. 25 એપ્રિલના રોજ આપ પોતાનો મેનિફેસ્ટો રજુ કરવા જઇ રહ્યા છે. પાર્ટીના મુખ્યાલય ખાતે બપોરના 12 મુખ્યપ્રધાન અને અરવિંદ કેજરીવાલના હસ્તે મેનિફેસ્ટો રિલીઝ કરશે જેમાં પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
આમ આદમી પાર્ટીનો પુર્ણ ચૂંટણી કેમ્પેઇન પુર્ણ રાજ્યના મુદ્દા પર આધારિત છે. એટલા માટે મેનિફેસ્ટોમાં પણ પૂર્ણ રાજ્યનો મુદ્દાને કેન્દ્રમાં રાખીને રાખવામાં આવશે. પણ આ સાથે જ પાર્ટી તરફથી ઘણા અન્ય વાયદાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલા સુરક્ષા, તમામ દિલ્હી વાસીઓને મકાન, બેરોજગારોને નોકરીનો વાયદાઓ પણ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીની સ્ટુડેન્ટ્સને દિલ્હીની કૉલેજોમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
દિલ્હીથી જોડાયોલા બન્ને પ્રમુખ પક્ષો દ્વારા ઘણા સમય પહેલા જ પોતાના મેનિફેસ્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. અને તેના આધાર પર કૈપેન પણ કરી રહ્યાં છે. પણ હવે એ જોવાનું રહ્યું કે, આમ આદમી પાર્ટી ચૂંટણીના માત્ર 17 દિવસ પહેલા જ આ મેનિફેસ્ટો જાહેર કરવા જઇ રહ્યાં છે. તો જનતા વચ્ચે કઇ રીતે કેવી છાપ છોડશે.