દિલ્હી: તિહાડ જેલના સુત્રો અનુસાર મળેલા આંકડા મુજબ 17 જુલાઈ સુધીમાં તિહાડની ત્રણેય જેલોમાં 29 કેદીઓના મોત થયા છે. જેમાંથી 8 કેદીઓએ આત્મહત્યા કરી છે. તિહાડ વહીવટી તંત્ર અનુસાર તેઓ જેલમાં રહેલા કેદીઓના તનાવ મુક્ત રહેવા માટે કાઉન્સિલિંગ પણ કરાવે છે. છતાં પણ એપ્રિલ મહિનામાં જેલ નંબર 6માં એક મહિલા કેદીએ આત્મહત્યા કરી હતી.
દિલ્હી તિહાડ જેલમાં આ વર્ષે 29 કેદીઓના મૃત્યુ થયા, 8 કેદીઓએ કરી આત્મહત્યા
દિલ્હી તિહાડ જેલમાં 17 જુલાઇ સુધીમાં ત્રણેય જેલમાં થઈને 29 કેદીઓના મોત થયા છે. જેમાં 8 કેદીઓએ આત્મહત્યા કરી છે.
દિલ્હી તિહાડ જેલ
જોકે જેલ પ્રશાસન પોતાના બચાવ માટે વારંવાર એક જ વાત કરી રહ્યું છે કે કેદીઓને તણાવ મુક્તિ માટે સલાહો આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેલની રચનામાં જ ભૂલ કરવામાં આવી છે. જ્યારે કેદીઓ જેલની છતમાં ફંદો ફસાવીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી રહ્યા છે.