ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં 1000 કોરોના દર્દીને રજા આપવામાં આવશે

દિલ્હીના તાહિરપુરમાં આવેલી રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી સોમવારે 1000 દર્દીને રજા આપવામાં આવશે. એક જાણકારી અનુસાર, દર્દીને ચાર દિવસ પહેલાં જ નાયબ મુખ્યપ્રધાનની હાજરીમાં રજા આપવામાં આવવાની હતી, પરંતુ નાયબ મુખ્યપ્રધાનની વ્યસ્તતાને કારણે હવે દર્દીને ચાર દિવસ બાદ મુખ્યપ્રઘાનની હાજરીમાં રજા આપવામાં આવશે. આ સમય દરમિયાન હોસ્પિટલમાં ICU બેડ વધારવાની જાહેરાત પણ થઈ શકે છે.

રાજીવ ગાંધી હોસ્પિટલ
રાજીવ ગાંધી હોસ્પિટલ

By

Published : Jul 6, 2020, 6:53 AM IST

નવી દિલ્હી: રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દિલ્હીની એવી પહેલી હોસ્પિટલ બનવા જઈ રહી છે, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના 1000 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જઇ ચૂક્યા છે. સોમવારના રોજ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 1000 દર્દીને રજા આપવામાં આવશે.

મળતી જાણકારી અનુસાર, સોમવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હોસ્પિટલમાં આઇસીયુ બેડની સંખ્યા વધારવાની જાહેરાત પણ કરી શકે છે. હાલ હોસ્પિટલમાં આઇસીયુના 100થી વધુ બેડ છે. આશા છે કે, આ બેડની સંખ્યા વધારીને 200 કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાને ફરી એક વખત હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાને લઇને નિર્ણય લઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details