ગુજરાત

gujarat

By

Published : Dec 1, 2019, 10:55 AM IST

ETV Bharat / bharat

લુધિયાણામાં સુમસામ પ્લોટમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ

પંજાબઃ રાજધાની લુધિયાણામાં એક હ્રદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક લોકોને પ્લોટમાં નવજાત બાળકીની મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી.

new born girl found dead in punjab
new born girl found dead in punjab

લુધિયાણામાં ત્યજાયેલી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનીક લોકોએ મૃતદેહ જોઈ આ વાતની જાણકારી પોલીસને આપી હતી. જેથી PSI હરભજન સિંહ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. તેમને જણાવ્યું કે, બાળકી માત્ર એક કે બે દિવસની જ હતી. આ પ્લોટના માલિક અહીં રહેતા નથી અને એક માણસ આ પ્લોટની સંભાળ રાખે છે.

પોલીસને જાણ કરનાર મહિલાએ જણાવ્યું કે, મૃતદેહને સૌપ્રથમ એક બાળકે જોઈ હતી, ત્યારબાદ તેને આ અંગે વિસ્તારના અન્ય લોકોને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details