રાજનાથ સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષી પાર્ટી તેમના પર ખોટા વાયદાઓ કરવાના આરોપ લગાવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે, ભાજપે 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ખાતામાં 15 લાખ આવશે તેવો વાયદો કર્યો હતો.
અમે ક્યારેય નથી કહ્યું કે ખાતામાં 15 લાખ આવશે: રાજનાથ સિંહ - bjp
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે 2019નું સંકલ્પ પત્ર સમિતિના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમારી પાર્ટીએ ક્યારેય 15 આપવાની વાત કરી નથી. તેમણે એવું કહ્યું કે, અમે ક્યારેય 15 લાખની વાત કરી નથી પણ કાળા નાણાની વાત કરી હતી. અમારી સરકારે જ એસઆઈટી બનાવી છે.
રાજનાથ સિંહ
આપને જણાવી દઈએ કે, ગત ટર્મની લોકસભામાં ભાજપે કાળા નાણા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. ભાજપે જનતાની વચ્ચે જઈ કહ્યું હતું કે, વિદેશમાં જમા પડેલું કાળું નાણું પાછું લાવીશું.