પટના : લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના મોત બાદ એક વીડિયોનું શૂટિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં રામવિલાસના ફોટા પાસે તેમનો પુત્ર અને પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન ઉભા રહી સફેદ કપડામાં રાજકારણનો પ્રચાર પહેલા રિહર્લસલ કરી રહ્યો છે. આ વીડિયોને લઈ જેડીયૂએ ચિરાગ પાસવાન પર પ્રહાર કર્યો છે.
વીડિયોમાં ચિરાગ પાસવાન તેમના સ્વર્ગીય પિતા રામવિલાસ પાસવાનના ફોટા પાસે બિહાર વિધાનસભા ચૂંટણીનને લઈ વીડિયો શૂટ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચિરાગ પાસવાન મજાક કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને વાયરલ કરી જેડીયૂનું કહેવું છે કે, એક બાજુ ચિરાગે તેમના પિતાના મૃત્યુ સહાનુભૂતિથી મત મેળવવા માંગે છે, પરંતુ આ વીડિયોથી અંદાજો લગાવી શકાય કે, તે કેટલો દુ :ખી છે. જુઓ વીડિયો.....