કેબિનેટની બેઠક બાદ લેવાયેલા આ નિર્ણયની જાણકારી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે. દેશના વિભિન્ન મેડિકલ કૉલેજોમાં અલગ-અલગ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ હવે ફક્ત નીટની પરીક્ષા જ લેવાશે, જેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
મેડિકલમાં પ્રવેશ માટે વિભિન્ન પરીક્ષાઓની બદલે ફક્ત NEET : પ્રકાશ જાવડેકર - gujarat news
નવી દિલ્હીઃ મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે અલગ-અલગ મેડિકલ પરીક્ષાઓની જગ્યાએ ફક્ત NEETની પરીક્ષા જ લેવાશે.
મેડિકલમાં પ્રવેશ માટે વિભિન્ન પરીક્ષાઓની બદલે ફક્ત NEET : પ્રકાશ જાવડેકર
નીટની પરીક્ષા દર વર્ષે જુદા-જુદા શહેરોમાં યોજાય છે. આ પરીક્ષા દેશના પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજોમાં UG અને PG કોર્સમાં પ્રવેશ માટે લેવાય છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.
તાજેતરમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે મેડિકલ વિદ્યાર્થીઓને રાહત આપતા 'NEET'ને રદ્દ કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું છે કે, એમડી અને એમએસ અભ્યાસમાં પ્રવેશ માટે MBBSના અંતિમ વર્ષની પરીક્ષા માન્ય રહેશે.