કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસની મહામારીને લઇને લાગુ કરવામાં આવેલા લોકડાઉનનું ઉલ્લંઘન કરતા 34,000 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. મુખ્ય સચિવ રાજીવ સિંહાએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતા 33,997 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં લોકડાઉનના ભંગ બદલ 34,000 લોકોની ધરપકડ - પશ્ચિમ બંગાળમાં લોકડાઉનના ભંગ બદલ 34,000 લોકોની ધરપકડ: મુખ્ય સચિવ
પશ્ચિમ બંગાળમાં લોકડાઉનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને પોલીસે લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા 34,000 લોકોની ધરપકડ કરી હતી.
પશ્ચિમ બંગાળ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે કોલકાતામાં બંધનું ઉલ્લંઘન, માસ્ક નહીં પહેરવા અને જાહેર સ્થળોએ થૂંકવા માટે કુલ 859 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.