ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપૂર માટે ભારતીય નાગરિકો પાસે પાસપૉર્ટ અનિવાર્યઃ  પાકિસ્તાન સેના - passport for Kartarpur

ઈસ્લામાબાદ: આઈ.એસ.પી.આર.ના ચીફ મૅજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું હતુ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કરતારપુર સાહેબ ગુરુદ્વારા કરતારપુર કોરિડોર જવા માટે ભારતીય શીખ યાત્રાળુઓ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે.

ભારતીય યાત્રાળુઓ પાસે કરતારપુર માટે પાસપોર્ટ હોવો જ જોઇએઃ PAK સેના

By

Published : Nov 7, 2019, 5:22 PM IST

ઈસ્લામાબાદઃ કરતારપુર કોરિડોરનું ઉદ્દઘાટન શીખ ધર્મના સ્થાપક બાબા ગુરુનાનક દેવની 550મી જન્મજયંતિ પૂર્વે શનિવારે કરવામાં આવશે. બુધવારે સ્થાનિક અખબારે ઇન્ટરસર્વિસ પબ્લિક રિલેશન આઈ.એસ.પી.આરના ડાયરેક્ટર જનરલ ગફૂરે કહ્યુ, સુરક્ષા માટે પ્રવેશ પ્રક્રિયા પાસપોર્ટને આધારિત ઓળખ મુજબ કરાશે.

સુરક્ષા કે સાર્વભૌમત્વ અંગે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. મૂળ ગુરુદ્વારા દરબાર સાહેબ તરીકે જાણીતા ભારતીય શીખ યાત્રાળુઓ કરતારપુર કોરિડોર દ્વારા વિઝા વિના ત્યાં જઈ શકે છે. ગુરુદ્વારા દરબાર સાહેબએ શીખ લોકોનું પવિત્ર ધર્મસ્થાન છે. જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે તેમના જીવનના છેલ્લા 18 વર્ષ વિતાવ્યા અને ત્યાં જ પોતાનો જીવ આપ્યો હતો.

આ વર્ષે 12 નવેમ્બરના રોજ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 1 નવેમ્બરના રોજ ટ્વિટર પર કરતારપુર કોરિડોર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે મુલાકાતીઓને પાસપોર્ટ તેમની સાથે ઓળખ કાર્ડ તરીકે લાવવા અને પૂર્વ નોંધણીમાં મુક્તિ આપવા અંગે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details