ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દંતેવાડામાં પ્રથમ વાર મહિલા કમાન્ડો સાથે નક્સલીઓની અથમડામણ, 2 નક્સલીઓ ઠાર - encounter

દંતેવાડા: સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સુકમાના જંગલોમાં અથડામણ થઈ છે. અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એક મહિલા નકસલીની સાથે એક નકસલીને ઠાર કર્યો છે. નક્સલવાદીઓ પાસેથી પોલીસને હથિયારો પણ મળ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : May 8, 2019, 12:32 PM IST

નક્સલી સાથે અથડામણમાં પ્રથમ વાર મહિલા કમાન્ડર ગઈ હતી. અથડામણમાં લગભગ 10ની સંખ્યામાં મહિલા કમાન્ડો હતી. દંતેવાડા પોલીસે વિશેષ રણનીતિ બનાવી અથડામણમાં મોબાઈલ નેટર્વકને બંધ કરી દીધું હતું. જેના કારણે નક્સલીયો સુધી અથડામણની સુચના ન પહોચીં શકી અને જવાનોને વગર કોઈ નુકસાને મોટી સફળતા મળી છે.

જણાકારી પ્રમાણે બુધવારે સવારે દંતેવાડા અને સુકમા બોર્ડર પર અરનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત DRG અને STFની ટીમે સંયુક્ત કાર્યવાહી કરતા બે નક્સલીને ઠાર કર્યા છે. જેમાં એક મહિલા નક્સલીઓ પણ સામેલ છે.

SP અભિષેક પલ્લવે અથડામણને પુષ્ટિ કરતા કહ્યું કે, સૂચના પ્રમાણે પોલીસે ગોંડેરાસના જંગલોમાં નક્સલીઓને ઘેરી અને કાર્યવાહી કરી. નક્સલીઓની વચ્ચે જંગલમાં લગભગ 25થી 30 ટેન્ટ બનાવી રાખ્યા હતા. ઘટનાસ્થળે પોલીસે એક INSAS રાઈફલ અને 12 હથિયાર મળ્યું છે. અત્યારે પોલીસે સર્ચ ઓપરેશન ઝડપી બનાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details