ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં NCP સરકાર રચવા તૈયાર, પવાર અને સોનિયા કરશે અંતિમ નિર્ણય: નવાબ મલિક

પુણે: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જ્યારે શિવસેના, કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવવાના પ્રયાસોમાં લાગ્યાં છે. દરમિયાન રવિવાર સાંજે NCP પ્રમુખ શરદ પવારના નિવાસ સ્થાને NCP કોર કમિટિની બેઠક કરવામાં આવી હતી.

By

Published : Nov 17, 2019, 9:27 PM IST

નવાબ મલિક

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારના નિવાસ સ્થાને પાર્ટી કોર કમિટિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જગ્યાએ સરકાર રચવાની જરૂરીયાત છે. NCPના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે બેઠક બાદ મીડિયાને આ અંગે જાણકારી આપી છે.

નવાબ મલિકે કહ્યું કે, NCP સરકાર બનાવવા તૈયાર છે. પરંતુ, અંતિમ નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા થયા બાદ લેવામાં આવશે. સોમવારે શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત થશે અને મંગળવારે બન્ને પાર્ટીના નેતા મળી શકે છે.

બેઠક અગાઉ NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટિલે કહ્યું કે, જે લોકોએ વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીને તરછોડી હતી, તેમને યોગ્યતાના આધારે ફરી પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. પાટિલે કહ્યું કે, ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થનારા ઘણા ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં છે.

પાટિલે જણાવ્યું કે, શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટેના મુદ્દા અંગે કોર કમિટિની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે.

છગન ભુજબલ, અજીત પવાર, જીતેન્દ્ર આહવાડ, નવાબ મલિક, ધનંજય મુંડે, સુપ્રિયા સુલે અને સુનીલ તટકરેની બેઠકમાં સામેલ થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details